શસ્ત્ર પૂજન:પાટડી તાલુકામાં ક્ષત્રીય સમાજ દ્વારા શસ્ત્ર પૂજન

પાટડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નવલાં નોરતા બાદ આવતા વિજયાદશમીના તહેવારને હિન્દુ શાસ્ત્રમાં ખૂબ મહત્વનો માનવામાં આવે છે. વિજયા દશમીનો દિવસ ખાસ કરીને ક્ષત્રિય સમાજ માટે પણ ખૂબ મહત્વનો માનવામાં આવે છે. દશેરાના દિવસે ક્ષત્રિયો શસ્ત્ર પૂજન કરતા હોય છે. વિજયા દશમીના દિવસે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવે છે. સુરેન્દ્રનગર જીલાના પાટડી તાલુકામાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું હતું. આ શસ્ત્ર પૂજનનું આયોજન પાટડી તાલુકાની શ્રી રાજપૂત કરણી સેના દ્વારા કરાયું હતું.

શસ્ત્ર પૂજનના આ કાર્યક્રમમાં સમગ્ર તાલુકાના ગરાસિયા રાજપૂત સમાજના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં પોતાની આગવી ઓળખ એવા પરંપરાગત રજવાડી પોશાક તેમજ માથે સાફા બાંધી ઉપસ્થિત રહ્યાં હતા.પાટડીના કડવા પાટીદાર હોલમાં યોજાયેલા આ શસ્ત્ર પૂજનના કાર્યક્રમમાં વિદ્વાન ભુદેવ વિનુભાઇ શુકલ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર દ્વારા શસ્ત્રપૂજન કરાવવામાં આવ્યું હતું તેમજ સમાજમાં વ્યાપેલા દુષણોથી દૂર થઈ જવાબદાર સમાજના ઘડતર માટે જવાબદાર વ્યક્તિ બની રાષ્ટ્રનિર્માણમાં સહભાગી બનવા સંકલ્પ કરાયો હતો.

આ કાર્યક્રમને અંતે મા જગદંબાની આરતી સાથે માં શક્તિના દર્શન કરી તમામ આગેવાનો અને યુવાનો રેલી સ્વરૂપે નીકળી બાબરકોટા જયાં માં શક્તિ માતાજીનું વિસામો સ્થળ છે ત્યાં સુધી જઇ પાવન ભૂમિના દર્શન કરી માતાજીનો પ્રસાદ લઇ ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...