તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:પાટડીના ફત્તેપુરમાં સીમ તળાવમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજાના મોત

પાટડી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેત તલાવડી પાસે બાઇક અને કપડાં મળી આવતાં ભારે શોધખોળ બાદ બંને કાકા-ભત્રીજાની લાશ બહાર કઢાઇ

પાટડી તાલુકાના ફત્તેપુરમાં સીમ તળાવમાં ડુબી જવાથી કાકા-ભત્રીજાના કમકમાટીભર્યા મોત નિપજવાની ઘટના સામે આવી છે. જેમાં ફત્તેપુરની સીમમાં ખેત તલાવડી પાસે બાઇક અને કપડા મળી આવતા ભારે શોધખોળ બાદ બંને કાકા-ભત્રીજાની લાશ બહાર કઢાઇ હતી. આ ઘટનાની જાણ થતાં ઝીંઝુવાડા પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ બંનેની લાશને પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

પાટડી તાલુકાના ફત્તેપુર ગામે વાલ્મિકી વાસમાં રહેતા 28 વર્ષના કાકા અરવિંદભાઇ બબાભાઇ વાઘેલા અને એમનો 16 વર્ષનો ભત્રીજો વિજય ભરતભાઇ વાઘેલા ઘરેથી ખેતર જવા નીકળ્યા હતા. પરંતુ મોડી સાંજ સુધી બંને કાકો-ભત્રીજો ખેતરેથી ઘેર પરત ન આવતા એમના પરિવારજનો એમને શોધવા ખેતર દોડી ગયા હતા.

પરંતુ ત્યાં પણ બંનેની કોઇ ભાળ મળી નહોંતી. પરંતુ ખેતરની બાજુમાં આવેલા સીમ તળાવ પાસે બાઇક અને બંનેના કપડા મળી આવતા બંને કાકો-ભત્રી તળાવમાં ન્હાવા પડ્યા હોવાની શંકાના આધારે પરિવારજનોએ ગ્રામજનોને જાણ કરતા ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.ત્યારબાદ ગામના જાબાંઝ યુવા તરવૈયાઓએ સીમ તળાવમાંથી 3થી 4 કલાકની ભારે શોધખોળ બાદ મોડી સાંજે બંને કાકા-ભત્રીજાની લાશ બહાર કાઢી હતી.

આ ગોઝારા બનાવની જાણ થતાં ઝીંઝુવાડા પોલિસ મથકના પીએસઆઇ વી.પી.મલ્હોત્રા, મહાદેવભાઇ વણોલ અને રણછોડભાઇ ભરવાડ સહિતનો ઝીંઝુવાડા પોલિસ મથકના સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઇ બંને કાકા-ભત્રીજાની લાશને પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

બીજી બાજુ ફત્તેપુર ગામના વાલ્મિકી સમાજના કાકા-ભત્રીજાનું એકસાથે તળાવમાં ડૂબી જવાથી મોત નિપજતા ગરીબ પરીવાર પર આભ તૂટી પડ્યું હતુ. અને ગરીબ પરિવારજનોમાં ભારે રોકકળ અને આક્રંદથી વાતાવરણમાં ગમગીની છવાઇ જવા પામી હતી. આ કેસની વધુ તપાસ ઝીંઝુવાડા પોલિસ મથકના એમ.કે.વણોલ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...