સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખોબા જેવડા અખિયાણા ગામના બે ભાઇએ એવિએશનક્ષેત્રે મહત્ત્વનો પ્રયોગ કરી બતાવ્યો છે. ગુજરાતના આ બે ભાઇએ અમેરિકાના મિયામીમાં આંખે પાટા બાંધી વિમાન ચલાવી ઇતિહાસ રચ્યો હતો. જ્યારે ‘પ્રોજેક્ટ પૃથ્વીરાજ ચૌહાણ’ નામના આ ક્રાંતિકારી પ્રયોગની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે. ગત 6 ફેબ્રુઆરીએ અનેક દિગ્ગજ્જોને સાથે રાખી અમેરિકાના મિયામી સિટી પર એક કલાક સુધી વિમાન ચલાવી ઇતિહાસ રચ્યો હતો. તેમની આ શોધની એન્ટ્રી ગિનેસ બુક ઓફ રેકોર્ડઝમાં પણ મોકલવામાં આવી છે.
અખિયાણા ગામે રહેતા રસિકભાઇ પંચાલનો મોટો દીકરો પાર્થ પંચાલ અમેરિકાના ફ્લોરિડા સ્ટેટના મિયામી સિટી ખાતે કેપ્ટન છે, જ્યારે તેમનો નાનો દીકરો પાર્થ પંચાલ પણ પાયલોટ છે. આ બંને ભાઇએ શબ્દવેધી બાણ ચલાવી શકવામાં સમર્થ એવા ‘પૃથ્વીરાજ ચૌહાણ’ની નાનપણમાં સાંભળેલી કહાનીમાંથી પ્રેરણા લઇ અમેરિકામાં આંખે પાટા બાંધી વિમાન ચલાવવાના પ્રોજેક્ટને તાજેતરમાં 6 ફેબ્રુઆરીએ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. મોટા ભાઇ પાર્થ પંચાલે આંખે પાટા બાંધી વિમાન પાર્કિંગમાંથી લઇ રન-વે ઉપરથી ટેક-ઓફ કરી એક કલાક સુધી વિમાન ચલાવ્યું હતું.
ફ્લાઇટ વખતે ચારેબાજુ કેમેરા મૂકવામાં આવ્યા હતા
અમેરિકાના ફ્લોરિડા સ્ટેટના મિયામી સિટી ખાતે 6 ફેબ્રુઆરીએ કેપ્ટન પાર્થ પંચાલે આંખે બે પાટા બાંધવાની સાથે એની ઉપર મીઠું ભરેલી થેલી બાંધી તેના નાના ભાઇને સેફ્ટી પાયલોટ તરીકે સાથે બેસાડી સતત એક કલાક સુધી મિયામી સિટી પર સફળતાપૂર્વક વિમાન ઉડાવ્યું હતું. તેમની સાથે આ ફ્લાઇટમાં 25000 કલાક ફ્લાઇટ ઉડાડવાનો અનુભવ ધરાવતા 70 વર્ષના અમેરિકન પાયલોટ જોસે, અમેરિકન એવિએશન ડિપાર્ટમેન્ટના અધિકારી અને ભારતીય વાયુદળના રિટાયર્ડ કમાન્ડર સહિતના ચાર દિગ્ગજ અધિકારીઓ હતા. તેમની આ ફ્લાઇટનું ચારેબાજુ મૂકવામાં આવેલા કેમેરા દ્વારા નિરીક્ષણ રાખવામાં આવી રહ્યું હતું.
પાર્થ અને વ્યોમ પંચાલ ભાઇઓએ નોંધાવેલા રેકોર્ડ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.