ઘૂડખર અભયારણ્ય ખૂલ્લુ મુકાયું:રણમાં પ્રવાસનની પ્રથમ શરૂઆત આઝાદી પહેલા સ્ટેટ (રાજા) કમાલખાને કરી હતી

પાટડી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 16 ઓક્ટોબરથી કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ ઘૂડખર અભયારણ્ય ખૂલ્લુ મુકાયું

રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દુર્લભ ઘૂડખર અને વિદેશી નયનરમ્ય પક્ષીઓના ઝુંડ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બને છે. કચ્છના નાના રણમાં વિદેશી નયનરમ્ય પક્ષીઓની સંખ્યા 350%ના વધારા સાથે 351196 સુધી પહોંચી છે. જ્યારે દુર્લભ ઘૂડખરો પણ 37%ના વધારા સાથે 6082એ પહોંચ્યા છે. 16 ઓક્ટોબરથી કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ ઘૂડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે, ત્યારે રણમાં પ્રવાસનની પ્રથમ શરૂઆત આઝાદી પહેલા બજાણા સ્ટેટ (રાજા) કમાલખાને કરી હતી.

સને 1973માં રણના 4954 ચોરસ કીમી વિસ્તારને રણ સિવાય વિશ્વભરમાં ન જોવા મળતા ઘૂડખર માટે રક્ષિત જાહેર કરવામાં આવ્યો હતો. આ રણમાં દુર્લભ ઘૂડખર, નિલગાય, કાળીયાર, ચિંકારા, વરૂ, નાવર, રણ લોંકડી અને ઝરખ સહિતના પ્રાણીઓ વસવાટ કરે છે. આ સિવાય બજાણા ટૂંડી તળાવમાં ફ્લેમીંગો, પેલિગન સફેદ અને ગુલાબી કલરના લેસર અને ગ્રેટર પક્ષીઓ સહિત વિદેશથી શિયાળો ગાળવા આવતા પક્ષીઓનો અનોખો મેળાવડો જામે છે. રણમાં જોવા મળતા વિવિધ રક્ષિત પ્રાણીઓ અને વિદેશી નયનરમ્ય પક્ષીઓનું ઝુંડ સ્થાનિક પ્રવાસીઓ અને વિદેશી પર્યટકોમાં અનેરૂ આકર્ષણ જમાવે છે.

કચ્છના નાના રણમાં 5-6 વર્ષ અગાઉ યોજાયેલી પક્ષી ગણતરીમાં કુલ 103 પ્રકારના 99740 પક્ષીઓ નોંધાયા હતા અને ગત વર્ષે 2019માં કરાયેલી પક્ષી ગણતરીમાં આ સંખ્યા 350%ના વધારા સાથે 351196 સુધી પહોંચી હતી. એ જ રીતે રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દૂર્લભ ઘૂડખરની સંખ્યા સને 2014માં 4451 નોંધાઇ હતી. જે થોડા સમય અગાઉ અભયારણ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડામાં આ સંખ્યા 37%ના વધારા સાથે 6082એ પહોંચવા પામી છે. 16 ઓકટોબરથી કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ ઘૂડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

જેમાં ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કોરોના ગાઇડલાઇનની તમામ તકેદારીઓ તંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે. ત્યારે રણમાં પ્રવાસનની પ્રથમ શરૂઆત આઝાદી પહેલા બજાણા સ્ટેટ કમાલખાને કરી હતી. બજાણા ચોવીસીના છેલ્લા સ્ટેટ કમાલખાન પોતાની સાથે ચૂનીકાકા અને સઇખાન સહિતના સુબેદારને લઇને નિયમિત રણ પ્રવાસન માટે વિન્ટેજ કાર લઇને જતા હતા.

છેલ્લાં 10 વર્ષના પ્રવાસીઓ અને આવકના આંકડા

વર્ષ
ભારતીયવિદેશીઆવક

પ્રવાસીઓ

પ્રવાસીઓરૂપિયામાં
2011-124617643648427
2012-13820214051153225
2013-141004511631197250
2014-151187212981337970
2015-161263314682726309
2016-171393511542599123
2017-181425015753070002
2018-191647215273522228
2019-201480111263984582
2020-214235-813900
અન્ય સમાચારો પણ છે...