તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સવાઈ ‘ગુજરાતી’:મૂળ ગોવાની સમુદ્ર વિજ્ઞાની યુવતી પંક્તિ જોગે નાના રણના હજારો અગરિયાઓ માટે સમર્પિત થઈ, અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી

પાટડી14 દિવસ પહેલાલેખક: મનીષ પારીક
 • કૉપી લિંક
પંક્તિ જોગની તસવીર - Divya Bhaskar
પંક્તિ જોગની તસવીર
 • ભૂકંપ વખતે ગુજરાત આવ્યા બાદ ગુજરાતીઓ માટે કામ કરવાનો નિર્ધાર કર્યો હતો

ગોવાના સાકોર્ડે નામના નાનકડા ગામની વતની પંક્તિ જોગ ગુજરાતમાં વંચિત, શોષિત અને છેવાડાના લોકો માટે વર્ષોથી કાર્યરત છે. રાષ્ટ્રીય સમુદ્ર વિજ્ઞાન સંસ્થાન(NIO)માં અભ્યાસ બાદ સહાયક વિજ્ઞાની તરીકે તેણે વિવિધ પ્રોજેક્ટ્સ કર્યા છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે 4 સંશોધન પેપરો પ્રકાશિત કર્યા છે. 2001ના કચ્છના ભૂકંપ વખતે ગુજરાત આવ્યા બાદ પંક્તિનો પરિચય સ્વૈચ્છિક સંસ્થા જનપથ સાથે થયો હતો. એ પછી તેણે ફ્રાન્સમાં આગળ અભ્યાસ માટેની સ્કોલરશીપ હોવા છતાં ગુજરાતમાં ગ્રાસ રૂટ લેવલે કામ કરવાનું પસંદ કર્યું હતું.

એ પછી પંક્તિએ માહિતી અધિકાર, દરિયા કાંઠાના પ્રશ્નો સહિત વિવિધ ક્ષેત્રે કામગીરી કરી. ખાસ કરીને પંક્તિએ સુરેન્દ્રનગર, કચ્છ, પાટણ અને મોરબી જીલ્લામાં આશરે અગરિયાના 8000 પરિવારો માટે સરકાર સાથે કરેલી હિમાયત અને સંકલનના પ્રયાસોથી આજે આરોગ્યવાન રણમાં જતી થઇ છે. તેમના પ્રયાસ થકી રણમાં અગરિયા બાળકોને બસમાં શિક્ષણ, આંગણવાડી અને મધ્યાહ્ન ભોજનની સુવિધા મળતી થઇ છે. અગરિયાઓને વર્ષોથી રણમાં પાણી વેચાતું લઇને પીવું પડતુ હતુ. સરકાર સાથેના સતત સંવાદ, માહિતી અધિકારનો ઉપયોગ અને પ્રયત્નોના અંતે સરકારે રણમાં પીવાનું પાણી પૂરું પાડવાની જાહેરાત કરી હતી.

દરિયા કિનારાની સંવાદ યાત્રાના પરિણામે સાગરખેડૂ યોજના લોકભોગ્ય બની શકી
પંક્તિ જોગે જણાવ્યું હતું કે ‘ગોવાથી અહી આવી અને દરિયો છૂટ્યો, પણ મનમાંથી એ કેવી રીતે જાય, NIOમાં સંશોધન દરમિયાન મહિનાઓ સુધી જહાજ પર રહેવાનું થતુ. તેથી દરિયા સાથેનો એક આગવો નાતો બંધાયો હતો. આથી જનપથ દ્વારા દરિયા કિનારા સંવાદ યાત્રાની જવાબદારી મને સોંપવામાં આવી. આ એક સહિયારો પ્રયાસ હતો. ગુજરાતના 1163 કિ.મી.દરિયા કિનારાના લાખો લોકો સાથે સંવાદ સાધ્યો. જેમાં ગીર-નાધેર બચાવો આંદોલનના મિત્રો અને અન્ય 73 જેટલા સંગઠનો જોડાયા અને સરકાર સાથેની હિમાયત બાદ અનેક લોકોનો ‘સાગરખેડૂ’ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો.’ ઉલ્લેખનીય છે કે પંક્તિએ એસોસિએશન ફૉર ડેમોક્રેટીક રિફોર્મ્સ (એડીઆર) સાથે પણ કામ કર્યું છે. આ સંસ્થા દ્વારા મતદારોની જાગૃતિ માટે વિવિધ અભ્યાસો કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો