તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તોય અગરિયા તરસ્યા:હળવદ સુધી રણમાં 100થી વધુ પાટામાં નર્મદા કેનાલનું પાણી ફરી વળતા આખા રણમાં પાણી જ પાણી

પાટડી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
નર્મદાના પાણી ફરી વળતા પાણીથી બચાવોના બેનર લઇને ઉભા રહેલા અગરિયાઓ - Divya Bhaskar
નર્મદાના પાણી ફરી વળતા પાણીથી બચાવોના બેનર લઇને ઉભા રહેલા અગરિયાઓ
  • રણમાં કેનાલનું પાણી આવતા ટેન્કરો ન જઇ શકતા અગરિયાઓ તરસ્યા

નર્મદા કેનાલનું ચિક્કાર પાણી રણમાં અગરિયાઓનાં 100થી વધુ પાટામાં ફરી વળતા આખા રણમાં પાણી જ પાણી છે. જ્યારે રણમાં કેનાલનું પાણી આવતા ટેન્કરો ન જઇ શકતા અગરિયાઓ તરસ્યા છે. ત્યારે આખુ રણ પાણી-પાણી, તોય અગરિયા તરસ્યાને તરસ્યા હોવાનો ગોઝારો ઘાટ સર્જાયો છે.

રણમાં પાણી ફરી વળતા અગરિયાઓ મુશ્કેલીમાં મુકાયા
રણમાં પાણી ફરી વળતા અગરિયાઓ મુશ્કેલીમાં મુકાયા

આખા રણમાં ચારે બાજુ પાણી જ પાણી
એક અંદાજ પ્રમાણે રણકાંઠાના ગામડાનાં અંદાજે 2000 અગરિયા પરિવારો હાલમાં રણમાં મીઠું પકવવા ગયા છે. ત્યારે રણમાં નર્મદા કેનાલનું ચિક્કાર પાણી હળવદ અને છેક કૂડા રણ સુધી 100થી વધુ પાટામાં ફરી વળતા આખા રણમાં ચારે બાજુ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. બીજી બાજુ પાણી પુરવઠા વિભાગ દ્વારા ટેન્કરો દ્વારા રણમાં મીઠું પકવતા અગરિયાઓને પીવાનું પાણી પુરૂ પડાય છે.

મીઠું પકવતા અગરિયાઓની કફોડી સ્થિતિ
મીઠું પકવતા અગરિયાઓની કફોડી સ્થિતિ

પાણી ફરી વળતા ટેન્કરો રણમાં જઇ શકતા નથી
પહેલા રણમાં પડેલા વરસાદથી રણ લીલુ બનતાં અને હવે રણમાં કેનાલનું પાણી ફરી વળતા પાણીના ટેન્કરો રણમાં જઇ ન શકતા હજારો અગરિયાઓ પરિવારો ઘણા દિવસથી રણમાં તરસ્યા બન્યા છે. આથી રણમાં ચારે બાજુ પાણી જ પાણી છતાં મીઠું પકવતા અગરિયાઓ તરસ્યા ને તરસ્યા જેવો ગોઝારો ઘાટ સર્જાયો છે.

100થી વધુ પાટામાં નર્મદાના પાણી ફરી વળ્યા
100થી વધુ પાટામાં નર્મદાના પાણી ફરી વળ્યા

(તસવીરો અને અહેવાલઃ મનિષ પારીક, પાટડી)

અન્ય સમાચારો પણ છે...