તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિદ્ધિ:કઠાડાના શ્રમિક પુત્રે MA ફિલોસોફીમાં પ્રથમ ક્રમે આવી 2 ગોલ્ડ મેડલ મે‌‌ળવ્યાં

પાટડી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સારા મેરિટને કારણે સરકાર દર મહિને ફેલોશિપ આપે છે

અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી એ ઉક્તિને પાટડીના કઠાડાના ખેતમજૂરી કરતા દલિત મા-બાપના પુત્રએ બે ગોલ્ડ મેડલ મેળવી યથાર્થ ઠેરવી છે. આ વિદ્યાર્થીએ M.A દર્શનશાસ્ત્ર (ફિલોસોફી) વિષયમાં પ્રથમ ક્રમાંકે બે ગોલ્ડ મેડલ મેળવ્યા છે.

ગુજરાતનાં ખુણેખુણાના ગામડાઓમાં અનોખી પ્રતિભાઓ ધરોબાયેલી પડી છે. જેમાં પાટડી તાલુકાના કઠાડા ગામના ખેત મજૂરી થકી પરિવારનું પેટીયું રળતા દલિત ગરીબ મા-બાપના દિકરાએ ગુજરાત યુનિવર્સિટીમાં બે ગોલ્ડ મેડલ મેળવી નામના મેળવી છે. પાટડી તાલુકાના કઠાડા ગામના બિપીન મોહનભાઇ વાણીયા હાલમાં ડિપાર્ટમેન્ટ ઓફ ફિલોસોફી,ગુજરાત યુનિવર્સિટીમાં નોબલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી ડૉ. અમર્ત્ય સેનના કેપેબિલિટી એપ્રોચ પર પીએચડી કરે છે. ત્યાંથી જ તેમણે M.A દર્શનશાસ્ત્ર (ફિલોસોફી) વિષયમાં પ્રથમ ક્રમાંકે પાસ કર્યુ છે.

જેથી બિપીન વાણીયાને તેમા બે ગોલ્ડ મેડલ આ વર્ષે યુનિવર્સિટીના 69માં કોન્વોકેશનમાં મેળવ્યા છે. કઠાડાના બિપીન વાણીયાએ ગયા વર્ષે પ્રથમ પ્રયાસમાં યુજીસીની નીટ પરીક્ષા પાસ કરી હતી અને છ મહિના પછી બીજા પ્રયાસમાં યુજીસીની નેટ પરીક્ષામાં સારા મેરીટને કારણે જેઆરએફ થવાથી ભારત સરકાર એને પીએચડી કરવા દર મહિને ફેલોશિપ પણ આપે છે. આ અંગે કઠાડાનો બિપીન વાણીયાએ જણાવ્યું કે, હું આગળ ફિલોસોફી વિષયમાં પ્રોફેસર બનવા અને તેમા વધારે સંશોધન અને કંઈજ નવું સર્જન કરવા માંગુ છું. પણ આ બધું કોઈ એકલા મનુષ્યથી શક્ય નથી બનતું તેથી હું મારા માતા-પિતા, વડિલો, મિત્રો, પરિવારજનો, ગ્રામજનો તથા પ્રત્યક્ષ અને પરોક્ષ મદદ કરનાર તમામ સહયોગીઓનો હદયથી આભાર માનું છું.

મારા મમ્મી-પપ્પા ખેત-મજૂરી કરે છે. અમારી આર્થિક સ્થિતી નબળી છે. છતાં મારા માતા-પિતાએ મને આટલા સુધી ભણાવ્યો અને હજુ ભણાવે છે એ બદલ હું ખુબ આનંદ અને ગર્વ અનુભવુ છું. જ્યારે કઠાડા પ્રાથમિક શાળાના આચાર્ય સુખદેવભાઇ વણોલે જણાવ્યુ કે, વિપરીત પરિસ્થિતિમાં પણ આ વિદ્યાર્થીએ મજબૂત મનોબળ વડે બે ગોલ્ડ મેડલ મેળવી અમારા ગામનું જ નહીં પણ સમગ્ર પથંકનું નામ રોશન કરી ગૌરવ વધાર્યું છે.

અન્ય સમાચારો પણ છે...