તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોગચાળાનો ભય:રણમાંથી 7 ઘુડખરના કંકાલ મળી આવ્યાં વર્ષ 1960 બાદ ફરી સુર્રા રોગનો ખતરો

પાટડી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1958થી 1960ના ગાળામાં માખીઓ દ્વારા ઘુડખરોમાં ફેલાયો હતો

રણમાં 1958થી 1960ના ગાળામાં માખીઓ દ્વારા ફેલાયેલા સુર્રા નામના રોગચાળાએ ઘૂડખરોની વસતી ઘટાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. વેરાન રણમાં છેલ્લા એક અઠવાડિયામાં 7 ઘૂડખરના કંકાલ મળી આવ્યા બાદ સુર્રા રોગનો ખતરાની પણ આશંકા સેવાઇ રહી છે. ઘૂડખરોના અા કંકાલ પંદરેક દિવસ અગાઉ મૃત્યુ પામ્યા હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જોવા મળતા એમનું પોસ્ટ મોર્ટમ કરાવવું પણ શક્ય નથી.

આ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતાનુસાર 1958થી 1960ના સમયગાળામાં સુર્રા નામના રોગચાળાએ ઘૂડખરોની વસતી ઘટાડવામાં મુખ્ય ભાગ ભજવ્યો હતો. અગાઉ ચકરી નામના રોગમાં ઘૂડખરના શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ એકદમ ઘટી જાય છે. શરીરમાંથી ગ્લુકોઝ ખતમ થઇ જતાં ચક્કર આવીને એ ઘુડખર ઢળી પડે છે અને પાછું ઉભુ થઇ શકતું નથી.

કદાચ જુવાર પાન ખાવાથી મેણો આ ઘટના બની શકે
કદાચ જુવારના પાન ખાવાથી મેણો ચઢવાથી આવું બની શકે અથવા આ મૃતદેહો મળ્યા એની બાજુમાંથી ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરી હોવાથી એ પાણી પીવાથી પણ આ ઘટના બની શકે. આથી આ પાણીના નમુના અને મૃત ઘૂડખરની લાદ રાજકોટ ફોરેન્સિક લેબમાં મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી છે. > અનીલભાઇ રાઠવા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, અભયારણ્ય વિભાગ, બજાણા

ઘોડામાંથી રોગ ઘુડખરમાં દેખાયો હતો
ઘોડાની જાતમાં સુર્રા નામનો રોગ જોવા મળે છે. આ અંગે જાણીતા પશુ ચિકિત્સક અધિકારી ડો.રાજેન્દ્ર પટેલ જણાવે છે કે, રણમાં જોવા મળતી માખી આ રોગગ્રસ્ત પશુઓને કરડ્યા બાદ બીજા પશુઓને કરડે એ રીતે બીજા પશુઓમાં ફેલાય છે.

અન્ય સમાચારો પણ છે...