તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાનહાનિ ટળી:ખારાઘોડામાં અંગ્રેજોએ બનાવેલા મોલની છત પડી

પાટડી22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દર વર્ષે ભાડું વધારાય છે, સુવિધાના નામે શૂન્ય

ભારતનો સૌ પ્રથમ શોપીંગ મોલ અંગ્રેજોએ સને 1905માં ખારાઘોડામાં બનાવ્યો હતો. આ શોપીંગ મોલની છત ધરાશાઇ થતા દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનામાં સદભાગ્યે મોટી જાનહાની ટળી હતી. આ અૈતિહાસીક મોલની 10 દુકાનો આજેય ખારાઘોડાના ભવ્ય ભૂતકાળની ગવાહી પુરી પાડે છે.

સને 1905માં બ્રિટિશ ગવર્નમેન્ટ હસ્તક ચાલતી હિન્દુસ્તાન સોલ્ટ કંપનીએ ખારાઘોડામાં આ શોપીંગ મોલ બનાવ્યો હતો. જેમાં 10 ઊંચા ઓટલાવાળી દુકાનો વ્યવસ્થિત રીતે બનવાઇ હતી. ખારાઘોડાના સ્થાનિક લોકો દ્વારા તેને ‘બલકેલી બજાર’ એવું નામ આપવામાં આવ્યું છે. આ બજારમાં આવેલી દુકાનોના માલિકો પાછલા 30થી 35 વર્ષની માલિકી ધરાવે છે. આ શોપીંગ મોલની છત અચાનક ધરાશાઇ થતા દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનામાં સદભાગ્યે મોટી જાનહાની ટળી હતી.

આ અંગે આ શોપીંગ મોલના દુકાનદાર રાજુભાઇ રાફુચા જણાવે છે કે, આજેય ખારાઘોડા હિંદુસ્તાન સોલ્ટ લિ. દર વર્ષે આ શોપીંગ મોલની દુકાનોના ભાડામાં અવિરત વધારો કરે છે પણ સુવિધાના નામે અહીં આજેય મીંડુ છે. આ શોપીંગ મોલની છત ધડાકાભેર ધરાશાયી થઇ હતી. એ સમયે બજાર બંધ હોવાથી સદભાગ્યે મોટી જાનહાની ટળવા પામી હતી. બુધવારે આ બલકેલી બજારની આજુબાજુમાં બ્રોમિન અને કેમિકલ ઢોળાતા લોકોની આંખો ચોળતા નજરે પડ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો