તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઐતિહાસીક ઝીંઝુવાડાનો ભવ્ય ભૂતકાળ:પ્રધાનમંત્રીએ ‘મનકી બાત’માં ઝીંઝુવાડા બંદરની વાતો કરી

પાટડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરવાજા, શીલાઓ, ગઢ અને પથ્થરનો ઉલ્લેખ
  • ભૂતકાળની હાજરી પૂરતી દિવાદાંડી હજુયે હયાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે “મન કી બાત” કાર્યક્રમમાં ઐતિહાસીક ઝીંઝુવાડાના ભવ્ય ભૂતકાળને વાગોળતા બંદરની જાહોજલાલીની વાતો કરી હતી. મોદીએ ઐતિહાસીક ગામના દરવાજાઓ, શીલાઓ, ગઢ અને પથ્થરની પણ વાતો દેશની જનતા સમક્ષ મૂકી છે.

ઘણા વર્ષો પહેલા ઝીંઝુવાડા એક બંદર હતુ. કચ્છના અખાતનો એક છેડો છેક ઝીંઝુવાડા સુધી જતો હતો. ઝીંઝુવાડા બંદરે વહાણ આવતા અને નાંગરતા હતા. ઇ.સ.1223માં પાટણના મહામંડલેશ્વર વાઘેલા રાજ વિરધવળ લવણપ્રસાદ (ધોળકાના) જ્યારે એંસી ઘોડાનું એક વહાણ ઇરાનથી ઝીંઝુવાડા બંદરે આવવાનું હતુ. એ વખતે ઘોડાને જોવા તેઓ ઝીંઝુવાડા આવ્યા હતા અને રાજગઢીમાં રાત રોકાયા હતા. આ સમયે વાછડા સોલંકીનું સ્થાન રણમાં ખારાપાટમાં બેટ જેવું હતુ. દરિયાની એક નાળ ઝીંઝુવાડાના બંદરે હતી. ભરતી આવે ત્યારે વહાણો ધક્કા સુધી આવતા હતા. અહીં ચેરના ખુબ ઝાડ હતા. સિંધુ નદીનું વહેણ પણ લખપત આગળ દરિયાને અડીને રણમાં ઉતરી આવતા અને આખા કચ્છના અખાતનો એક છેડો છેક ઝીંઝુવાડા સુધી જતો હતો. લખપત આગળ લાલ ચોખાનો મબલક પાક પણ થતો હતો.

ઝીંઝુવાડાના સુરૂભા ઝાલા જણાવે છે કે, પહેલાના વખતમાં વરધાસરની તલાવડીના કાંઠે મોટા પથ્થરના કડાં વહાણ નાંગરવા વખતે કામ લાગતા હતાં. પણ અત્યારે ત્યાંથી કોઇ કડાં કાઢી ગયેલા છે. વખતો જતા કોઇ કાળે ભયંકર ધરતીકંપ થયો અને જમીનની ઉથલપાથલ થઇ ગઇ. અને જમીનનું લેવલ ચાર-પાંચ ફૂટ ઊંચુ ચડી ગયું ને પાણી પણ ખસી જતાં નાળ બંધ થઇ ગઇ અને બંદર પણ બંધ થઇ ગયું હતુ. અને જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ એવું બની ગયું હતુ. અત્યારે માળીયા-મિયાણાના ગામ ઘાટીલા સુધી તો દરિયાઇ પાણી આવે છે જે પાણીથી મીઠું પકવવામાં આવે છે. જે ફક્ત ઝીંઝુવાડાથી 50 માઇલ જ દૂર આવેલું છે. આજે આ ભવ્ય ભૂતકાળની ગવાહી પુરતી હવા સાથે વાતો કરતી ઐતિહાસીક દિવા દાંડી નજરે પડે છે.

ઝીંઝુવાડામાં પ્રવેશતા જમણી બાજુ સિંહસર તળાવ અને ડાબી બાજુ સમર વાવ આવેલી છે. આ વાવ નીચેથી આજે પણ સરસ્વતી નદીનો ગુપ્ત પ્રવાહ વહે છે. ઝીંઝુવાડા ગામની ફરતે સળંગ આખી શીલાવાળો કિલ્લો પ્રાચિન નમુનારૂપ છે. આ કિલ્લાને ફરતા આવેલા હવા સાથે વાતો કરતા 4 જાજરમાન દરવાજાઓને રક્ષિત સ્મારકોમાં સમાવાયેલા હોવા છતાં જર્જરિત બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો