લવ જેહાદ:મહેસાણા પોલીસવડાએ વધુ ટીમ મોકલી 3 જ દિવસમાં દીકરીને પાછી લાવી આપવાની હૈયાધારણા આપી

પાટડી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાટડી લવ જેહાદના મામલે દીકરીના માતા-પિતા આગેવાનો સાથે ગૃહમંત્રીને રૂબરૂ મળી વ્યથા ઠાલવી. - Divya Bhaskar
પાટડી લવ જેહાદના મામલે દીકરીના માતા-પિતા આગેવાનો સાથે ગૃહમંત્રીને રૂબરૂ મળી વ્યથા ઠાલવી.
  • ઘટનાના 13 દિવસ છતાં દીકરીનો પતો લાગ્યો નથી: પરિવાર ગૃહમંત્રીને મળ્યો
  • ગૃહમંત્રીની સૂચના બાદ દીકરીના માતા-પિતા સહિતના આગેવાનો મહેસાણા જિલ્લાવડાને મળવા પહોંચ્યા

પાટડીની હિંદુ સમાજની દીકરીને વિરનગામનો વિધર્મી યુવાન કડીથી ભગાડી ગયાને આજે 13 દિવસ વિતવા છતા દીકરીનો હજી સુધી કોઇ જ પત્તો લાગ્યો નથી. ત્યારે દીકરીના માતા-પિતા આગેવાનો સાથે ગૃહમંત્રીને રૂબરૂ મળી વ્યથા ઠાલવી હતી. બાદમાં ગૃહમંત્રીની સીધી સૂચના અપાયા બાદ દીકરીના માતા-પિતા સહિતના આગેવાનો મહેસાણા જિલ્લાવડાને મળવા પણ પહોંચ્યા હતા.

બંનેનો કોઇ જ પત્તો ન લાગતા પરિવારના હાલ બેહાલ
પાટડીમાં મોટાભાઇ અલીભાઇના શોરૂમમાં કામ કરતી હિંદુ સમાજની દીકરીને આજ શોરૂમમાં કામ કરતો વિરમગામ અલીગઢ વિસ્તારનો હુસેન યુનીશ નામનો યુવાન લગ્ન કરવાના ઇરાદે લલચાવી ફોસલાવીને લઇ ગયાને આજે 13 દિવસ વિતવા છતાં સઘન શોધખોળ છતાં બંનેનો કોઇ જ પત્તો ન લાગતા પરિવારના હાલ બેહાલ છે. હાલ કડી પોલિસ દ્વારા અલગ અલગ ટીમો દ્વારા જુદી જુદી દિશામાં તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે. અને પોલિસની એક ટીમને રાજ્ય બહાર પણ શોધખોળ માટે મોકલવામાં આવી હતી.

ગૃહમંત્રીએ મહેસાણા જિલ્લા પોલીસવડાને ઝડપી કાર્યવાહી કરવા સૂચના આપી
ત્યારે દીકરીના માતા-પિતા પૂર્વ સંસદીય સચિવ અને દસાડાના પૂર્વ ધારાસભ્ય પૂનમભાઇ મકવાણા સાથે પાટડી નગરપાલિકાના કારોબારી ચેરમેન ચેતનભાઇ શેઠ, આકાશભાઇ પંચાલ, જેશલજી ઠાકોર, નવઘણભાઇ રબારી, નરેન્દ્રભાઇ ગઢવી અને સતિષભાઇ ભીમાણી સહિતના રાજકીય અને ગામ આગેવાનો સાથે ગાંધીનગર ગૃહમંત્રી હર્ષ સંઘવીને રૂબરૂ મળી આ સમગ્ર લવજેહાદની ઘટના વિગતવાર જણાવી વ્યથા ઠાલવી હતી. બાદમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દીકરીના માતા-પિતા સહિતના પરિવારજનો સામે જ મહેસાણા જિલ્લા પોલીસવડાને ફોન દ્વારા ઝડપી કાર્યવાહી કરી દીકરીને પાછી લાવવા સૂચના આપી હતી.

પોલીસવડાએ દીકરીને 3 જ દિવસમાં પાછી લાવવાની હૈયાધારણા આપી
બાદમાં દીકરીના માતા-પિતા સહિતના તમામ આગેવાનો મહેસાણા જિલ્લાવડાને મળવા પણ પહોંચ્યા હતા. અને આ બાબતે તાકીદે ઝડપી કાર્યવાહી કરી દીકરીને પરત લાવવાની રજૂઆત કરી હતી. અને જિલ્લા પોલીસવડાએ વધુ ટીમ મોકલી દીકરીને 3 જ દિવસમાં પાછી લાવી આપવાની હૈયાધારણા આપી હતી. આજે લવજેહાદના મામલે 13 દિવસ વિતવા છતા દીકરીનો હજી સુધી કોઇ જ પત્તો ન લાગતા દીકરીના માતા-પિતા સહિતના પરિવારજનોની હાલત દિવસેને દિવસે ચિંતાથી બેહાલ બની રહી છે.

અન્ય સમાચારો પણ છે...