સ્થળાંતર:વાવાઝોડાનો અંદેશો થતાં ઘુડખરો તોફાન પહેલાં જ બેટ પર પહોંચ્યા; વચ્છરાજ, પુંજ, મરડક બેટ પર આશરો લીધો

પાટડીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તાઉતે વાવાઝોડાને કારણે પાટડીના રણમાં 2 દિવસ સુધી વરસાદ પડ્યો

ભૂંકપ અને અતિવૃષ્ટિનો અંદેશો રણના ઘૂડખરો સહિતના રણના રક્ષિત પ્રાણીઓને પહેલેથી જ આવી જાય છે. રણમાં ‘તાઉતે’ વાવાઝોડાના પગલે જોરદાર વરસાદ ખાબક્યો હતો. જેનો અંદેશો રણના દુર્લભ ઘૂડખરો સહિતના રક્ષિત પ્રાણીઓને પહેલેથી જ આવી જતા તેઓ અગમચેતીના ભાગરૂપે રણમાં અસ્તિત્વમાન 74 બેટ પર સુરક્ષિત પહોંચી ગયા હતા.સને 1973માં કચ્છના નાના રણના 4954 ચો.કિ.મી.વિસ્તારને રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દુર્લભ ઘૂડખર માટે રક્ષિત કરાયો હતો. છેલ્લે કરાયેલી ગણતરી અનુસાર રણમાં ઘૂડખરોની સંખ્યા 6082 નોંધાઇ હતી.

રણમાં ઘૂડખર સિવાય રણ લોંકડી, નાવર, વરૂ અને ઝરખ સહિતના અસંખ્ય પ્રાણીઓ વસવાટ કરે છે. કચ્છનું નાનુ રણ ચોમાસાના ભારે વરસાદ બાદ મિની સમુદ્રમાં ફેરવાઇ જાય છે. પરંતુ અઠવાડિયા અગાઉ અરબી સમુદ્રમાં આવેલા ડીપ ડીપ્રેશનના પગલે સરકારી તંત્ર દ્વારા મીઠું પકવતા તમામ અગરિયા પરિવારોને સલામત સ્થળે પરત બોલાવી લેવાયા હતા. જ્યારે રણમાં ‘તાઉતે’ વાવાઝોડાના પગલે બે દિવસ જોરદાર વરસાદ ઝીંકાયો હતો.

પરંતુ માત્ર રણમાં જ જોવા મળતા ઘૂડખરો સહિતના વિવિધ રક્ષિત પ્રાણીઓને ભૂંકપ અને અતિવૃષ્ટીનો અંદેશો પહેલેથી જ આવી જતો હોય એમ “તાઉતે” વાવાઝોડાના પગલે રણમાં ખાબકેલા વરસાદનું પાણી રણમાં ફરી વળે એ પહેલા જ રણન‍ા તમામ ઘૂડખરો સહિતના પ્રાણીઓ રણમાં આવેલા અસ્તિત્વમાન 74 બેટ જેવા કે વચ્છરાજ બેટ, પુંબ બેટ અને મરડક બેટ સહિતના બેટો પર સુરક્ષિત આશરો લીધો છે. હાલમાં રણના તમામ 6000થી વધુ ઘૂડખરો રણમાં અસ્તિત્વમાન બેટ પર સુરક્ષિત પહોંચી ગયા હતા.

રણના ઘૂડખરો બેટ પર સુરક્ષિત
શરણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા ઘૂડખરો રણની શાન છે, જે ભારતીય પ્રવાસીઓની સાથે વિદેશી પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર છે. તાજેતરમાં ‘તાઉ-તે’ વાવાઝોડાના પગલે રણમાં ખાબકેલા ભારે વરસાદ પહેલા જ અંદેશો આવી જતા રણના ઘૂડખરો સહિતના રક્ષિત પ્રાણીઓ કાંઠ‍ાના ઉપરવાળા વિસ્તારો અને બેટ પર સુરક્ષિત સ્થળે પહોંચી ગયા હતા. - અનીલભાઇ રાઠવા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર- અભયારણ્ય વિભાગ- બજાણા

કોરોનાના કારણે રણ પ્રવાસીઓ માટે બંધ
ગત વર્ષે કોરોનાની પ્રથમ લહેરમાં ઘૂડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યા બાદ ચાર મહિના ઘૂડખરનો સંવનનકાળનો સમયગાળો હોઇ અભયારણ્ય બંધ કરાયું હતું. બાદમાં રણમાં વિદેશી પક્ષીઓમાં બર્ડ ફ્લૂનો રોગ આવતા ફરી અભયારણ્ય અનિશ્ચિત મુદત માટે બંધ કરાયું હતુ. હાલમાં કોરોનાની બીજી લહેરમાં ફરી અભયારણ્ય બંધ કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...