લવજેહાદ સામે જનઆક્રોશ:પાટડીના શૉ-રૂમનો મૅનેજેર યુવતીને મોડી રાત્રે ફોન કરીને ભાગવા માટે દબાણ કરતો, પ્રેમજાળમાં ફસાવવાનું ષડયંત્ર રચાયું હોવાનો ગણગણાટ

પાટડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટડીની યુવતી પરિવારને આર્થિક ટેકો કરવા 2 વર્ષથી મોટાભાઈ ઇલેક્ટ્રોનિક્સ શૉ-રૂમમાં નોકરી કરતી હતી
  • જેના રેફરન્સથી નોકરી મળી એને કાઢી મૂક્યા પછી પ્રેમજાળમાં ફસાવવાનું ષડયંત્ર રચાયું હોવાનો ગણગણાટ

પાટડીમાં લવજેહાદ સામે જનઆક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. પાટડીની યુવતીને વિધર્મી યુવક ભગાડી ગયાને આજે 9 દિવસ થવા છતાં કોઈ જ પત્તો મળ્યો નથી. આ તરફ યુવતીના પરિવારજનો માટે એક-એક પળ એક-એક યુગ જેવી વિતી રહી છે. યુવતીનાં માતાપિતા વાત કરવાની સ્થિતિમાં પણ નથી.

લવજેહાદનું આખું ષડયંત્ર રચાયું હોવાનો આક્ષેપ
આ સમગ્ર ઘટના વિશે યુવતીના મોટા પપ્પાએ ‘દિવ્ય ભાસ્કર’ને આપેલી ખાસ મુલાકાતમાં કેટલીક ચોંકાવનારી વાતો કહી હતી. કૌટુંબિક સગાની મદદથી યુવતી 2 વર્ષ પહેલાં મોટાભાઈ ઇલેક્ટ્રોનિક્સ શૉ-રૂમમાં નોકરી કરીને પરિવારને આર્થિક મદદ કરતી હતી. થોડા સમયમાં એ સગાને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો અને ત્યાર પછી લવજેહાદનું આખું ષડયંત્ર રચાયું હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો.

કડીમાથી પાટડીની યુવતીને વિધર્મી યુવક ભગાડી જતાં કડી પોલીસની ટીમ મહારાષ્ટ્ર પહોંચી
કડીના ધરમપુર મંગેતરના ઘરે આવેલી પાટડીના ખેડૂતની દિકરી ખરીદી માટે કડીમા આવી હતી.ત્યાંથી વિધર્મી યુવક ભગાડી લઈ જતા કડી પોલિસે ફરીયાદ નોંધી તપાસનો દોર શરૂ કર્યો છે.સેલ આઈડી આધારે તેની તપાસ હાથ ધરી પોલિસ મહારાષ્ટ્ર સુધી તપાસ માટે પહોંચી હોવાનુ પોલિસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.પાટડીમા રહેતા ખેડૂત પરિવારની દિકરીનુ સગપણ કડી તાલુકાના ધરમપુર ગામે રહેતા ધવલ રમેશભાઈ પટેલ સાથે કર્યુ હતુ.અઠવાડિયા અગાઉ પાટડીની યુવતી તેના મંગેતરને મળવા સારૂ ધરમપુર ગામે આવી હતી.

રહસ્યમય સંજોગોમા યુવતી ગુમ થઈ ગઈ
ત્યાંથી મંગેતર ધવલ સાથે કડી શહેરમા કપડાંની ખરીદી માટે બંન્ને આવ્યા હતા. શહેરની એચ.ડી.એફ.સી બેન્ક નજીક કપડાંની દૂકાનમા મંગેતર યુવક ટ્રાયલ રૂમમા કપડા ચેન્જ કરવા ગયો તે અરસામા રહસ્યમય સંજોગોમા યુવતી ગુમ થઈ ગઈ હતી.તાત્કાલિક તેના પાટડી ખાતે પરિવારને જાણ કરતા બંન્ને પરિવારજનો યુવતીની શોધખોળ કરવા લાગ્યા હતા.સગા સંબંધીઓને ત્યાં તેમજ તેનો મોબાઈલ ફોન સતત બંધ આવતો હોઈ તેણીના પિતાએ કડી પોલિસ મથકે દિકરી ગુમ થવા અંગેની ફરીયાદ નોંધાવી હતી.

યુવતીને ઝડપી લેવા ટીમ બનાવી તપાસનો દોર શરૂ
જેની સાથે તેમણે વિરમગામ ગામમા રહેતો વિધર્મી યુવક વ્હોરા હુસેન યુનીશભાઈ ભગાડી ગયો હોવાની આશંકા વ્યક્ત કરી હતી.કડીના પીઆઈ બી.ડી.ગોસ્વામીએ તાત્કાલિક યુવતીને ઝડપી લેવા ટીમ બનાવી તપાસનો દોર શરૂ કર્યો હતો. યુવક ભગાડી ગયો હોવાની યુવતીના પિતાની આશંકાને પગલે તે દિશામા તપાસ હાથ ધરતા સેલ આઈડી આધારે કડી પોલિસની ટીમ મહારાષ્ટ્ર પહોંચી હોવાનુ પોલિસ સૂત્રો દ્વારા જાણવા મળ્યુ હતુ.

માતા-પિતા વાત કરવાની સ્થિતિમાં નથી કાકાએ ‘ભાસ્કર’ સમક્ષ વ્યથા ઠાલવી
યુવતીનાં મહા મહિનામાં લગ્ન હતાં, ખરીદી કરવા કડી ગઈ હતી અને ત્યાંથી જ ભગાડી ગયો

પાટડીમાં વિરમગામના મોટા અલીનો શૉ-રૂમ શરૂ થયા બાદ એની બાજુમાં રહેતો મારી બહેનનો ભાણો સંજય નોકરીએ લાગ્યો હતો. એના લીધે આ શૉ-રૂમમાં મારા નાના ભાઈની દીકરી પણ નોકરીએ લાગી હતી. થોડા સમય બાદ આ શૉ-રૂમવાળાએ મારા ભાણાને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. આ શૉ-રૂમનો મૅનેજર હોઝી અમારી દીકરીને રાત્રે 12 વાગ્યે ફોન કરીને ભાગવા માટે દબાણ કરતો હતો. બાદમાં આ શૉ-રૂમમાં જ લવજેહાદનું આખું ષડ્્યંત્ર ચાલતું હોય એમ અમારી દીકરીને વિરમગામના અલીગઢ વિસ્તારમાં રહેતો યુનિશ હુસેન ભગાડી ગયો હતો. અમારી દીકરીની કડીના ધરમપુરમાં સગાઈ કરી હતી. આગામી મહા મહિનામાં તો લગ્ન લેવાનાં હતાં! આથી લગ્નની ખરીદી કરવા ધરમપુર સાસરે ગઈ હતી. દીકરી અને જમાઈ ખરીદી કરવા કડી ગયા હતા અને ત્યાંથી આ વિધર્મી યુવાન અમારી દીકરીને ફસાવીને ભગાડી ગયો હતો. વધુમાં અમારી દીકરી 5 તોલા સોનું, રોકડા રૂ. 85,000 અને રૂ. 10 લાખની ગાડીની ચાવી લઈને એ યુવાન ભગાડી ગયો છે. અમૃતભાઈએ કહ્યું હતું કે હિંદુ સમાજ અમારી દીકરીને પરત લાવવા દોડી રહ્યો છે. આજે વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, આરએસએસ સહિત હિંદુ જાગરણ મંચના રાજુભાઈ પિલ્લઈ પણ અમારી મુલાકાતે આવ્યા હતા. અને વિવિધ બાબતો અંગે વિગતવાર ચર્ચાઓ થઈ હતી. - અમૃતભાઈ દેકાવડિયા, યુવતીના મોટા પપ્પા

અન્ય સમાચારો પણ છે...