રજૂઆત:ખારાઘોડા-ફુલકી ચાલુ રોડનું કામ બંધ થવાનો મુદ્દો સંકલન સમિતિમાં ઊઠ્યો

પાટડી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માર્ગ મકાન અને પંચાયત વિભાગે આગામી અઠવાડિયે કામ ચાલુ કરવાની બાંયધરી આપી છે : તાલુકા પંચાયત પ્રમુખ

મીઠા ઉદ્યોગના મોટા સેન્ટર એવા ખારાઘોડાથી ફુલ્કી સુધીનો 25 કિમીનો રોડ રૂ. 9 કરોડના ખર્ચે કામ શરૂ કરાયા બાદ અકસ્માતના પગલે કામ બંધ થતા ખારાઘોડા-ફુલકી રોડ ફરી ચાલુ ન કરાતા વાહનચાલકોમાં રોસની લાગણી ફેલાવા પામી હતી. ત્યારે ખારાઘોડા-ફુલકી ચાલુ રોડનું કામ બંધ થવાનો મુદો સંકલન સમિતિમાં પણ જોરશોરથી ઉઠયો હતો. જેમાં માર્ગ મકાન અને પંચાયત વિભાગે આગામી અઠવાડિયે કામ ચાલુ કરવાની બાંયેધરી આપી હોવાનું તાલુકા પંચાયત પ્રમુખે જણાવ્યું હતુ.

પાટડી તાલુકાનું ખારાઘોઢા અને ઝીંઝુવાડા એ મીઠા ઉદ્યોગનું મોટુ સેન્ટર હોવાથી અહીંથી ટ્રકો દ્વારા મીઠાનું મોટા પાયે ગુજરાતમાં અને છેક પર પ્રાંતમાં લોડિંગ થતું હોવાથી ખારાઘોડા-પાટડી-ફુલકી અને વિરમગામ હાઇવે કાયમ ટ્રાફિકથી ધમધમતો જ રહે છે. થોડા સમય અગાઉ ખારાઘોડા-ફુલકી વચ્ચેનો 25 કિ.મી.નો રસ્તો રૂ. 9 કરોડના ખર્ચે કામ શરૂ કરાયા બાદ ચાલુ કામે અકસ્માતમાં માર્ગ મકાન વિભાગના એક કર્મચારીનું ડોઝર નીચે આવી જતા મોત નિપજ્યું હતું. જેના પગલે આ રોડનું કામ તાકીદે બંધ કરાયું હતું.

આ ઘટનાને 3-4 માસ વિતવા છતાં માર્ગ મકાન અને પંચાયત વિભાગ દ્વારા કામ ચાલુ ના કરાતા લોકોમાં અને આ રસ્તેથી પસાર થતાં વાહનચાલકોમાં રોસની લાગણી ફેલાવા પામી હતી. ત્યારે ખારાઘોડા-ફુલકી ચાલુ રોડનું કામ બંધ થવાનો મુદો પ્રાંત કલેક્ટર ઋતુરાજસિંહ જાદવની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં દસાડા તાલુકા પંચાયત પ્રમુખ પ્રકાશભાઇ ડોડિયા સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ખાસ હાજર રહ્યાં હતા. આ સંકલન સમિતિની બેઠકમાં આ મુદો જોરશોરથી ઉઠયો હતો. જેમાં માર્ગ મકાન અને પંચાયત વિભાગે આગામી અઠવાડિયે કામ ચાલુ કરવાની બાહેધરી આપી હોવાનું તાલુકા પંચાયત પ્રમુખ પ્રકાશભાઇ ડોડિયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...