તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:સરકારે 3000ની સહાય કરી પણ સરવે નંબર ‘0’ને કારણે રણના 8500 અગરિયાને શૂન્ય જ મળશે

પાટડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 5 જિલ્લા, 8 તાલુકા અને 109 ગામના 42,500 અગરિયાને લાભ નહીં મળે

રાજ્ય સરકારે તાઉતે વાવાઝોડામાં અસર પામેલા અગરિયાઓને 10 એકર સુધીની જમીન ધરાવતા અગરિયાઓને થયેલા નુકશાનમાં પ્રતિ એકર રૂ. 3000ની સહાય આપવાની જાહેરાત કરી સંવેદના બતાવી છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા, ઝીંઝુવાડા કે ધ્રાંગધ્રાના કૂડા રણમાં મીઠું પકવતા 3500 અગરિયા પરિવારો સહિત ગુજરાતનાં 5 જિલ્લા, 8 તાલુકા અને 109 ગામના 42500 અગરિયાને (8500 અગરિયા પરિવાર) આ સહાયનો લાભ નહીં મેળવી શકે એવી ચોંકાવનારી હકીકત સામે આવી છે.

કારણ કે આ તમામ અગરિયાઓની લીઝ રાજ્ય સરકારે ઘૂડખર અભયારણ્યના પ્રશ્ને સને 1972થી રિન્યૂ કરી નથી. માટે સંવેદનશીલ સરકારની વેરાન રણમાં મીઠું પકવતા અગરિયાને તાઉતે વાવાઝોડાની સહાયની યોજના એક મજાક સમાન અને ધોળા દિવસે હથેળીમાં ચાંદ બતાવવા સમાન બની રહવાનો ગોઝારો ઘાટ સર્જાયો છે. આઝાદીના 74 વર્ષ પછી પણ રાજ્ય સરકાર મુજબ આ સમગ્ર રણ વિસ્તારનો કોઇ સરવે થયેલો નથી. આથી આ વિસ્તારનો કોઇ સરવે નંબર જ નથી.

સરવે નંબર ઝીરો તરીકે ઓળખાતા આ વિસ્તારનું બધુ જ શૂન્ય. ભારતીય બંધારણથી અપાયેલા નાગરિક મૂળભૂત અધિકારો પણ. 5000 ચોરસ કિ.મી.નો વિસ્તાર ધરાવતું કચ્છનું નાનું રણ એવો ગુજરાત અને દેશનો એકમાત્ર પ્રદેશ છે, કે જેનો ક્યારેય સરવે હાથ ધરાયો જ નહોતો. સરકારના ધ્યાન પર લાવતાં, આ વિસ્તારનો એરિયલ સરવે કરી તેને આઝાદી પછી પહેલી વાર સરકારે સરવે નંબર ઝીરો - આપ્યો. અહીં સ્થળાંતર કરતા અગરિયા ખારાઘોડા રણમાં હોય કે પછી માળિયા હરીપર વિસ્તાર હોય બધાને એક જ સરવે નંબર '0' લાગુ પડે છે.

આ સમગ્ર વિસ્તાર અન-સરવે લેન્ડ હોવાથી અને કોઇ પણ રેવન્યુ વિલેજની હદ-હુકુમતમાં આવતી ના હોવાથી પાંચેય જીલ્લાના એક પણ ગામ પાસે આ વિસ્તારનું રેવન્યુ રેકર્ડ ઉપલબ્ધ નથી. જે જમીનનો જ કોઇ સરવે ન થયો હોય, કોઇ 7/12નો ઉતારો નિકળતો હોય ત્યાં અગરિયાના પાટાનો સરવે કોણ કરવાનું હતું ?

પરિપત્રમાં સ્પષ્ટતા થવી જરૂરી છે
10 એકરમાં મીઠું પકવતા અગરિયાઓ સદીઓથી રણમાં મીઠું પકવતા આવ્યા છે. તેમને રણમાં મીઠું પકવવાના પરંપરાગત અધિકારો બને છે. વળતર મેળવવા માટે તેમની પાસે લીઝ હોવી જરૂરી નથી. આ સ્પષ્ટતા અગરિયાઓને વળતર ચૂકવવાના પરિપત્રમાં કરવી જરૂરી બને છે. જો આવી સ્પષ્ટતા કરવામાં નહીં આવે તો અગરિયાઓને કોઈ વળતર મળશે નહીં. > હરણેશભાઇ પંડ્યા, અગરિયા હિત રક્ષક મંચ
સોલર પેનલનું રિપ્લેસમેન્ટ ન આપનારા સપ્લાયરોને બ્લેક-લિસ્ટ કરવા જોઇએ
સરકારે અગરિયા ચોપડી અને મીઠાના પાટાના આધારે અગરિયાઓને સોલાર પેનલ માટે 80 % સબસીડી છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરોએ અગરિયા અને સોલાર સપ્લાયરોની વિસ્તારવાર બેઠકો બોલાવી આગરિયાઓને તૂટેલી પેનલોનું રિપ્લેસમેન્ટ મળે તેવી કાર્યવાહી કરવી જોઈએ. જો કોઈ સોલાર સપ્લાયર સહકાર ના આપે તો લાઈફ ટાઈમ બ્લેક-લિસ્ટ કરવા જોઈએ. વળતરની જાહેરાતમાં મીઠાનું નુકસાન અને સોલર પેનલનું નુકસાન અલગથી વળતર માટે જણાવવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...