તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરવી વાસ્તવિકતા:રણના અગરિયાઓને ખાટલામાં પ્લાસ્ટિક બાંધી પીવાનું પાણી રાખવું પડતું હોવાની નોબત

પાટડી8 મહિનો પહેલાલેખક: મનીષ પારીક
  • કૉપી લિંક
પછાત અગરિયા પરિવારોને હાલમાં વેરાન રણમાં ખાટલાને પ્લાસ્ટિક બાંધી બ્રિટિશ વખતની તૂટેલી જમીનની અંદરની અડધી ટાંકીમાં કે પ્લાસ્ટિક પાથરી ખાડામાં પાણી ભરી રાખે છે - Divya Bhaskar
પછાત અગરિયા પરિવારોને હાલમાં વેરાન રણમાં ખાટલાને પ્લાસ્ટિક બાંધી બ્રિટિશ વખતની તૂટેલી જમીનની અંદરની અડધી ટાંકીમાં કે પ્લાસ્ટિક પાથરી ખાડામાં પાણી ભરી રાખે છે
  • બજેટ હોવા છતાં વાસ્મોને કારણે અગરિયા નવી ટાંકીથી વંચિત
  • પાણી સંગ્રહ કરવા માટે તેમની પાસે એક 500 લીટરની એક 200 લીટરની ટાંકી
  • 12 -14 વર્ષ પહેલાં સરકારે ટાંકીઓ આપી હતી એ હવે તૂટી ગઇ છે

પોતાના બાવડાના જોરે લોકોનું ભોજન સ્વાદિષ્ટ બનાવતા અને "કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું" પકવતા અને રણકાંઠાના સૌથી છેવાડાના માનવી તરીકે ઓળખાતા એવા ગરીબ અને પછાત અગરિયા પરિવારોને હાલમાં વેરાન રણમાં ખાટલાને પ્લાસ્ટિક બાંધી, બ્રિટિશ વખતના જમીનની અંદરના તૂટેલા અડધી ટાંકીમાં કે પ્લાસ્ટિક પાથરી ખાડામાં પાણી ભરી રાખવું પડે એવી નોબત આવી છે. એનું કારણ એમની પાસે એક 500 લીટરની એક 200 લીટરની ટાંકી હોય છે. અને પછી વધુ પાણી ક્યાં સ્ટોર કરવું એ અગરિયા સમુદાય માટે યક્ષ પ્રશ્ન બની જાય છે.

વધુ પાણી ક્યાં સ્ટોર કરવું એ અગરિયા સમુદાય માટે યક્ષ પ્રશ્ન બની જાય છે
વધુ પાણી ક્યાં સ્ટોર કરવું એ અગરિયા સમુદાય માટે યક્ષ પ્રશ્ન બની જાય છે

અગરિયો આજેય અઢારમી સદીમાં જીવતો હોય એવી સ્થિતિ
બીજી બાજુ આ વર્ષે સરકારે પાણીના કોન્ટ્રાક્ટ આપ્યા છે ત્યારે divyabhaskarની ટીમે રણની મુલાકાત લીધી ત્યારે કેટલીક અત્યંત ચોંકાવનારી હકિકતો સામેં આવી કે, આજથી 12 -14 વર્ષ પહેલાં સરકારે ટાંકીઓ આપી હતી એ હવે તૂટી જવા પામી છે. આ બાબતે વાસ્મોને નવી ટાંકીઓ બાબતે લેખિતમાં અરજી આપવામાં આવી હતી. અને સરકાર પાસે બજેટ પણ છે પણ એમને તૈયારી ન બતાવી. જ્યારે જિલ્લા સ્તરથી આ ડિમાન્ડ ગાંધીનગર પહોંચી અને વાસ્મોએ ના પાડતા છેવાડાનો માનવી અગરિયો આજેય અઢારમી સદીમાં જીવતો હોય એવો ગોઝારો ઘાટ સર્જાયો છે. આથી divyabhaskarની ટીમ દ્વારા અગરિયા સમુદાયના જીવનમાં ડોકીયું કરવાનો આ એક સુક્ષ્મ પ્રયાસ કરવામાં આવ્યો છે.

પ્લાસ્ટિકની પથારીમાં પીવાનું પાણી ભરવામાં આવે છે
પ્લાસ્ટિકની પથારીમાં પીવાનું પાણી ભરવામાં આવે છે
બ્રિટિશ વખતના જમીનની અંદરના તૂટેલી અડધી ટાંકીમાં પાણી ભરાય છે
બ્રિટિશ વખતના જમીનની અંદરના તૂટેલી અડધી ટાંકીમાં પાણી ભરાય છે
ટેન્કરથી આવતા પાણીનો સંગ્રહ કરવામાં આવે છે
ટેન્કરથી આવતા પાણીનો સંગ્રહ કરવામાં આવે છે

અન્ય સમાચારો પણ છે...