પક્ષીઓની સંખ્યામાં ઘટાડો:ઉનાળુ વૅકેશન રદ રણમાં 48 ડિગ્રી ગરમી પડતાં વિદેશી પક્ષીઓ ન આવ્યાં

પાટડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘુડખર અભયારણ્યમાં માસમાં કોઈ પ્રવાસી ન આવ્યો, 2 માસમાં 8 આવ્યા

દર વર્ષે યાયાવર પક્ષીઓના કલરવથી પાટડી પાસેના રણ અને ઘુડખર અભયારણ્યમાં ઉનાળો રમણીય બની રહેતો હતો પરંતુ આ વર્ષે અતિશય ગરમીને કારણે વિદેશી પક્ષીઓને ઉનાળુ વૅકેશન રદ કરવું પડ્યું હોય, તેવું લાગી રહ્યું છે. પક્ષીઓ 50 ડિગ્રી તાપમાનમાં ઊડી શકતાં નથી અને આકાશમાંથી પટકાય છે ત્યારે આ વખતે 46થી 48 ડિગ્રી તાપમાને રણ તપ્યું હોવાથી વિદેશી પક્ષીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો રહ્યો છે. સાથે જ મુસાફરોની સંખ્યા પણ નહિવત્ છે. છેલ્લા મહિનામાં એક પણ પ્રવાસી નથી આવ્યો જ્યારે 2 મહિનામાં માત્ર 7થી 8 પ્રવાસી જ આવ્યા છે.

10 વર્ષના રણના પ્રવાસીઓ અને આવકના આંકડા

વર્ષભારતીય પ્રવાસીઓવિદેશી પ્રવાસીઓઆવક રૂપિયામાં
2011-124617643648427
2012-13820214051153225
2013-141004511631197250
2014-151187212981337970
2015-161263314682726309
2016-171393511542599123
2017-181425015753070002
2018-191647215273522228
2019-201480111263984582
2020-214235-813900

16 જૂનથી અભ્યારણ 4 માસ બંધ રહેશે
ઘુડખર સહિતનાં સસ્તન પ્રાણીઓના સંવનનકાળનો સમયગાળો હોવાથી ઘુડખર અભ્યારણ સહિતનાં ગુજરાતનાં અભ્યારણ 16 જૂનથી 15 ઑક્ટોબર સુધી બંધ રહેશે.

અનીલ રાઠવા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, બજાણા

હાલમાં વિદેશથી મહાલવા આવતાં પક્ષીઓની સંખ્યા કેવી હશે?
- આ વર્ષે રણમાં પાણીના સ્રોત ઘટવાની સાથે ગરમીનું પ્રમાણ અતિશય વધારે રહેવાથી બજાણા ટૂંડી તળાવ અને વેટલેન્ડ વિસ્તારમાં વિદેશી પક્ષીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
રણમાં આવતાં વિદેશી પક્ષીઓ કેટલી ગરમી સહન કરી શકે છે?
- સામાન્ય રીતે કહેવાય છે કે, 50 ડિગ્રી તાપમાનમાં ઊડતાં પક્ષીઓ નીચે પટકાઈને ટપોટપ મરવા લાગે છે ત્યારે રણમાં આ વર્ષે ગરમીનું પ્રમાણ 48 ડિગ્રી સુધી પહોંચતાં એની સીધી અસર વિદેશી પક્ષીઓના આગમન પર પડી છે.
આવી કાળઝાળ ગરમીમાં ઘુડખર કેવી રીતે અસ્તિત્વ ટકાવે છે?
- રણમાં ઊગતી મોરડ વનસ્પતિમાંથી ઘુડખર ખોરાક-પાણી મેળવે છે. વધુમાં અભ્યારણ વિભાગ દ્વારા ઘુડખર સહિતનાં પ્રાણીઓ માટે ટૅન્કરો દ્વારા રણના બધા જ અવાડાઓ નિયમિત ભરવામાં આવે છે.

મે મહિનામાં ગરમીના આંકડા

201648.7
201744.1
201845.7
201944.8
202044.6
202142.8
202246

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...