તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવાકાર્ય:પાટડીની મહિલાઓ દ્વારા ઉઘાડા પગે કચરો વીણતાં બાળકોને સ્લિપર પહેરાવાયાં

પાટડી17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગરીબોને ધાબળા અને મહિલાઓને સાડીનું પણ વિતરણ કરવામાં આવ્યું

હાલમાં સૂકાભઠ્ઠ રણકાંઠા વિસ્તારમાં ગરમીનો પારો 40 ડીગ્રીએ પહોંચ્યો છે. ત્યારે પાટડીની મહિલાઓ દ્વારા આકરા તાપમાં ઉઘાડા પગે કચરો વિણતા બાળકોને સ્લિપર પહેરાવાયા હતા. જ્યારે મહિલા મોરચા દ્વારા ગરીબોને ધાબળા અને મહિલાઓને સાડીનું પણ વિતરણ કરાયું હતુ.

પાટડીના સૂકાભઠ્ઠ રણકાંઠા વિસ્તારમાં હાલમાં ગરમીનો પારો 40 ડીગ્રીએ પહોંચ્યો છે. અને આગામી દિવસોમાં આકરા ઉનાળામાં ગરમીનો પારો વધીને 47 થી48 ડીગ્રી સુધી પણ પહોંચી જાય છે. ત્યારે વર્ષોથી ગરીબ અને પછાત લોકોની સેવા કરતા મીનાબેન દેસાઇ અને રૂપલબેન પંચાલ દ્વારા સૌ પ્રથમ પાટડી બાપા સિતારામ મઢૂલી પાસે આકરા ઉનાળામાં ચપ્પલ પહેર્યા વગર પ્લાસ્ટિક અને કચરો વિણવાનું કામ કરતા 70 જેટલા ગરીબ અને પછાત બાળકોને નવા ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું હતુ.

વધુમાં પાટડીના મીનાબેન દેસાઇ અને રૂપલબેન પંચાલ દ્વારા હિંમતપુરા અને પાટડી લાટીવાસ અને વેલનાથનગરના ગરીબોને ધાબળા વિતરણ અને ગરીબ અને પછાત મહિલાઓને સાડીનું વિતરણ કરવામાં આવતા ગરીબ લોકોના ચહેરા પર હાસ્ય રેલાયું હતુ. આ અંગે મીનાબેન દેસાઇએ જણાવ્યું કે, ગરીબ બાળકોને ઉઘાડા પગે કચરો વિણતા જોઇને અમારૂ દિલ દ્રવી ઉઠ્યું હતુ. આથી અમે તરત બજારમાંથી 70 જેટલી નવી સ્લીપરોની જોડી લાવી આ બાળકોને પહેરાવી હતી.અને ગરીબોને ધાબળા અને મહિલાઓને સાડીઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો