અનોખી પહેલ:ધોરણ 1થી 5ની સ્કૂલ 2 વર્ષથી બંધ હોવાથી પારડીના સરકારી શિક્ષકે શેરી શિક્ષણ શરૂ કર્યું - ગામડાંની દેશી રમતોથી બાળકોને ભણાવ્યાં

પાટડી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરના પાટડીમાં બાળકોનો તણાવ દૂર કરવા શિક્ષકોએ દેશી રમતો થકી ‘જ્ઞાન સાથે ગમ્મત’નો માર્ગ અપનાવ્યો છે. - Divya Bhaskar
સુરેન્દ્રનગરના પાટડીમાં બાળકોનો તણાવ દૂર કરવા શિક્ષકોએ દેશી રમતો થકી ‘જ્ઞાન સાથે ગમ્મત’નો માર્ગ અપનાવ્યો છે.
  • લંગડી, ભમરડો, લખોટી, કોડી જેવી રમતો દ્વારા મૂળાક્ષરો, ગણિત શીખવે છે

કોરોનાની મહામારીમાં ધો.1થી 5નું પ્રાથમિક શિક્ષણ છેલ્લા બે વર્ષથી બંધ છે. અને કોરોનાની સૌથી વધુ અસર બાળકોના શિક્ષણ પર પડી છે. પાટડી તાલુકાના શડલા ગામના સરકારી શાળાના શિક્ષક નવઘણ ઠાકોરે રમતા ભણો, ગણતા ભણોના સૂત્રને સાકાર કરતા શેરી શિક્ષણથી બાળકોને ભણાવવાની શરૂઆત કરી હતી. આ સરકારી શિક્ષકે મેદાનમાં ખાના બનાવી લંગડીની રીતથી બાળકોને મૂળાક્ષરો શિખવ્યા અને ગળામાં લટકાવવાના કાર્ડ બનાવી બાળકોને શિક્ષણમાં રૂચી વધારી હતી.

નવઘણભાઈ ધોરણ 1થી 2માં પ્રજ્ઞા ગુજરાતી ભાષા વિષય શેરી શિક્ષણ અંતર્ગત બાળકોને અવનવા પ્રયોગો દ્વારા રસપ્રદ રીતે ભણાવે છે. જૂના સમયમાં જ્યારે મોબાઇલ ફોન કે કમ્પ્યૂટર નહોતો ત્યારે બાળકો પરંપરાગત રમતો જેવી કે ભમરડા, લખોટી, કોડી, પત્તા અને લંગડી જેવી રમતો રમતા જેનાથી તેઓનું શરીર સોષ્ઠવ પણ સારૂ બનતું અને સંપની ભાવના પણ વિકસતી હતી. નવઘણભાઇ આવી જ રીતે લંગડીને રમતને શિક્ષણ સાથે અદભૂત રીતે એવી સાંકળી લીધી કે બાળકો રમતા ધરાતા નથી અગર કહો કે ભણતા ધરાતા જ નથી.

નવઘણભાઈ તેમના અનોખા શિક્ષણના પ્રયોગમાં મેદાનમાં ખાના બનાવી લંગડીની રીતથી બાળકોને મૂળાક્ષરો શીખવાડે છે. તથા ગળામાં લટકાવવાના કાર્ડ બનાવી બાળકોને શિક્ષણમાં રૂચી વધારવાનો પ્રયાસ કરે છે. નવઘણભાઇ જણાવે છે કે, આ અનોખી રીતથી બાળકોને શેરી શિક્ષણમાં ભણવાનો ગજબનો ક્રેઝ શરૂ થયો છે. અને શડલાનો બાળકો કોરોનાના કપરા સમયગાળામાં પણ શિક્ષણને ભુલ્યા નથી. અને શિક્ષણ પ્રત્યેની રૂચીમાં સતત અવિરત વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...