કમોસમી વરસાદ:ખારાઘોડા અને ઝીંઝુવાડા રણમાં કમોસમી વરસાદ

પાટડી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
અગરિયાઓને સુરક્ષિત સ્થળે જવા આદેશ, 2000 અગરિયા પરિવારો રણમાં ફસાયા. - Divya Bhaskar
અગરિયાઓને સુરક્ષિત સ્થળે જવા આદેશ, 2000 અગરિયા પરિવારો રણમાં ફસાયા.
  • રણમાં વાછડાદાદા મંદિરે જવાનો રસ્તો ઠપ્પ
  • અગરિયાઓને​​​​​​​ સુરક્ષિત સ્થળે જતા રહેવા આદેશ 3000 અગરિયા પરિવાર રણમાં ફસાયા

ખારાઘોડા અને ઝીંઝુવાડા રણમાં વરસાદના પગલે વાછડાદાદા મંદિરે જવાનો રસ્તો ઠપ્પ થતાં મંદિરે ન આવવા ભકતોને વિનંતી કરવામાં આવી છે. જ્યારે રણના અગરિયાઓને પણ સુરક્ષિત સ્થળે જતા રહેવા આદેશ કરવામાં આવ્યો છે. મીઠું પકવવા ગયેલા અગરિયાઓ પાટા ભરવાની તૈયારીમાં હતા ત્યાં કમોસમી માવઠું થતાં અગરિયા સમુદાયની હાલત પડ્યાં પર પાટું મારવા જેવી કફોડી હાલત થઇ છે.

સુરેન્દ્રનગર જીલ્લામાં આજે વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારે ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતાઓ 2 દિવસ માટે તંત્રે વ્યક્ત કરી છે. સાવચેતીના ભાગરૂપે જાહેરનામા પણ તંત્ર દ્વારા બહાર પાડવામાં આવ્યા છે.

તેમાં ખાસ કરી સુરેન્દ્રનગર જીલ્લાના પાટડીના ખારાઘોડા અને ઝીંઝુવાડા રણમાં મીઠું પકવતા અગરિયાઓને સલામત રહેવા માટે તંત્ર દ્વારા સતર્ક કરવામાં આવ્યા છે. અને સૂચના પણ આપવામાં આવી છે કે, જો ભારે પવન અને વરસાદ થાય તો રણના અગરિયાઓને સલામત સ્થળે પોતાના પરિવાર સાથે જતા રહેવા તંત્રે આદેશ આપ્યા છે.

હાલમાં રણમાં ભારે વરસાદના પગલે અંદાજે 3000 અગરિયા પરિવારો ફસાયા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. જ્યારે ઝીંઝુવાડા રણમાં આવેલી વાછડાદાદાની ઐતિહાસિક જગ્યા પર આખુ વર્ષ શ્રધ્ધાળુઓનું ઘોડાપુર ઉમટે છે.

થોડા સમય અગાઉ વાછડાદાદા મંદિરના ભક્તજનો દ્વારા રણમાં જેસીબી અને ટ્રેક્ટરો સહિતના સાધનો વડે રસ્તો બનાવવામાં આવ્યો હતો. ત્યારે ખારાઘોડા અને ઝીંઝુવાડા રણમાં વરસાદના પગલે વાછડાદાદા મંદિરે જવાનો રસ્તો ઠપ્પ થતાં મંદિરે ન આવવા વાછડાદાદા મંદિરના ટ્રસ્ટી વીજુભા ઝાલા દ્વારા ભકતોજનોને વિનંતી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...