તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટડીમાં ચૂંટણી પછી કમઠાણ:ઓછા માર્જિનથી હારતાં 4 કોંગી ઉમેદવારની RTI

પાટડી7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6 વોર્ડમાં ભાજપના 24 ઉમેદવારો વિજયી

પાટડી નગરપાલિકાના 6 વોર્ડના 24 ઉમેદવારો ભાજપના વિજયી બન્યા હતા. ત્યારે પાટડી નગરપાલિકાના કોંગ્રેસના હારેલા ચાર ઉમેદવારોએ ઇવીએમ પર સવાલો ઉઠાવી આરટીઆઇ કરતા ચકચાર મચી જવા પામી છે. 28મી ફેબ્રુઆરીએ પાટડી નગરપાલિકાના 6 વોર્ડની 24 સીટો માટે ચૂંટણી યોજાઇ હતી.

2 માર્ચ મંગળવારે યોજાયેલી મત ગણતરીમાં પાટડી નગરપાલિકાના 6 વોર્ડની 24 સીટો પર ભાજપના ઉમેદવારો વિજયી બનતા ભગવો લહેરાયો હતો. ત્યારે પાટડી નગરપાલિકાના વોર્ડ નં- 4માં કોંગ્રેસના ઉમેદવારો ઓછા માર્જિનથી હાર્યા હતા.

જેમાં કોંગ્રેસના ઉમેદવાર મંદાબેન પટેલને ભાજપના ઉમેદવાર સવિતાબેન ચૌહાણથી ઓછા મત મળવા છતાં આ સીટ અનુસૂચિત જાતિની સ્ત્રી અનામત હોવાથી કોંગ્રેસના ઉમેદવાર મંદાબેન પટેલનો પરાજય થયો હતો. પાટડી નગરપાલિકાના પરિણામ બાદ વોર્ડ નં- 1ના કોંગ્રેસના હારેલા ઉમેદવાર મેઘાબેન ભુરાભાઇ રબારી, વોર્ડ નં- 4ના કિશોરભાઇ અરવિંદભાઇ પરમાર અને મંદાબેન પ્રકાશભાઇ પટેલ અને અશોકભાઇ મંગાભાઇ ચાતાણીએ પાટડી નગરપાલિકાના ચૂંટણી અધિકારી પ્રાંત કલેક્ટર પાસે ઇવીએમનો મુદો ઉઠાવી આરટીઆઇ કરતા સરકારી તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

EVMને લગતી સંપૂર્ણ વિગત મંગાઇ
આરટીઆઇમાં અમાન્ય બેલેટ પેપરની વિગતો આપવા અને ગેઝેટેડ ઓફિસરની સહી નથી એની વિગત, ઇવીએમ રાખવામાં આવ્યા એ સ્ટ્રોંગ રૂમના સીસીટીવી કૂટેજ અને વીઝીટર બુકની નકલ, ઇવીએમ મશીન નંબર અને ઇવીએમને લગતી સંપૂર્ણ માહિતી, પ્રોસાઇડીંગ ઓફિસર દ્વારા રીસીવીંગ સેન્ટર તથા સ્ટ્રોંગ રૂમ સુધી સોપેંલી ઇવીએમ મશીનની વિગત અને બહારના સીસીટીવી ફુટેજ સહિતની વિગતોની માંગણી કરાતા સરકારી તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...