તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:પાટડીના પાનવા ગામમાં મોટર ચાલુ કરી પાણી અપાતાં ગ્રામજનોમાં રાહત

પાટડી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાટડીના પાનવા ગામે મોટર ચાલુ કરી પાણી અપાતા ગ્રામજનોમાં રાહત ફેલાઇ હતી.તસવીર- મનીષ પારીક - Divya Bhaskar
પાટડીના પાનવા ગામે મોટર ચાલુ કરી પાણી અપાતા ગ્રામજનોમાં રાહત ફેલાઇ હતી.તસવીર- મનીષ પારીક
  • બોરની મોટર બળી જતાં 10 દિવસથી પીવાના પાણીની સમસ્યા હતી

પાટડી તાલુકાના 4000ની વસતી ધરાવતા પાનવા ગામે ગ્રામ પંચાયતના બોરની મોટર 10 દિવસ અગાઉ બળી જતાં ગામમાં આકરા ઉનાળામાં પાણીનો પોકાર શરૂ થયો છે. જે અંગેનો વિસ્તૃત અહેવાલ 3 જૂનના દિવ્ય ભાસ્કરમાં છપાયો હતો. પાનવા ગામના સરપંચ દ્વારા પાણી પુરવઠા વિભાગને સાથે રાખી યુદ્ધના ધોરણે મોટર ચાલુ કરી પાણી અપાતા ગ્રામજનોમાં રાહતની લાગણી ફેલાઇ હતી. પાનવા ગ્રામ પંચાયતના બોરમાં 10 દિવસ અગાઉ પેનલ બોર્ડમાં ખામી થવાની સાથે બોરની મોટર બળી જવાના લીધે પાનવા ગામમાં પીવાના પાણીની સમસ્યા અતિ વિકટ બનવા પામી હતી.

પાનવા ગામની મહિલાઓને 45 ડિગ્રી તાપમાનમાં ભર બપોરે માથે બેડા ઉંચકી પીવાના પાણીની એક એક બુંદ માટે વલખાં મારવા પડી રહ્યાં હતા. ગામની મહિલાઓ ગામના છેવાડે આવેલા કૂવે પાણી ભરવા મજબૂર બની હતી. જે અંગેનો તસ્વીર સાથેનો વિસ્તૃત અહેવાલ 3 જૂનના દિવ્ય ભાસ્કરમાં છપાયો હતો. બીજી બાજુ પાનવા ગામના મહિલા સરપંચ રંજનબેન રસિકભાઇ પાનવેચાએ પાણી પુરવઠા વિભાગને સાથે રાખી પંચાયતના બોરની મોટર રિપેરિંગ કરી યુદ્ધના ધોરણે પાનવા ગામે બોરનું પાણી ચાલુ કરાતા આકરા ઉનાળામાં પીવાના પાણી માટે વલખાં મારતા પાનવાના ગ્રામજનોમાં ખુશીની લહેર દોડી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...