FIRમાં વિસંગતતા:108ને પાલા ભગતે કૉલ કર્યાના પુરાવા પોલીસને મળ્યા હતા દીકરાએ ફરિયાદમાં લખાવ્યું કે તેના ભાઈએ ફોન કર્યો હતો

પાટડી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાલા ભગતનો દીકરોઆં ઓસરીમાં સૂતો હતો. - Divya Bhaskar
પાલા ભગતનો દીકરોઆં ઓસરીમાં સૂતો હતો.
  • પત્નીની ઘાતકી હત્યાનું રહસ્ય અકબંધ છે, પરંતુ દીકરાએ નોંધાવેલી ફરિયાદ અને તપાસ-નિવેદનો વચ્ચે રહેલી વિસંગતતા પોલીસના ધ્યાને આવી છે
  • સફેદ રંગના કપડાં પહેરેલા 2 જણા કોણ?

મેરા ગામમાં ગુરુવારે મધરાતે ભગત તરીકે ઓળખાતા પાલા ભગતનાં પત્નીનું ક્રૂરતાપૂર્વક ગળું કાપીને હત્યા કરાઈ હતી. સાથે જ અજાણ્યા હત્યારાએ ભગતના ગળે પણ હત્યાના ઇરાદે છરીના ઘા માર્યા હતા. ચકચારી મચાવનારી આ ઘટનાએ જેટલું રહસ્ય સર્જ્યું છે, એટલી જ શંકા ભગતના દીકરાએ નોંધાવેલી ફરિયાદમાંથી ઊભી થઈ રહી છે.

પોલીસે અત્યાર સુધીમાં પાલા ભગતન‍ા પરિવારજનો અને ગ્રામજનોને મળી 20થી વધુ લોકોનાં લેખિત નિવેદન લેવાયાં છે. જ્યારે પાલાભાઈ ભગત મહેસાણા હૉસ્પિટલમાં આઇસીયુમાં સારવાર લઈ રહ્યા હોઈ ડૉક્ટરે ગળાન‍ા ભાગે ગંભીર ઈજા હોવાથી પોલીસને નિવેદન લેવાની હાલ પૂરતી ના પાડી છે. સાથે જ હૉસ્પિટલ દ્વારા પાલાભાઈની તબિયત સ્થિર હોવાનું પણ જણાવાયું છે. હાલમાં સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને દસાડા પોલીસે વિવિધ દિશાઓમાં તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

આ કેસમાં એફઆઇઆર નોંધાયા બાદ કેટલાંક રહસ્યોનાં તાણાવાણાં સામે આવ્યાં છે, જેમાં બનાવના દિવસે એવી વાત સામે આવી હતી કે પાલાભાઈએ પત્નીની કરપીણ હત્યા બાદ ગંભીર રીતે ઘવાયેલી અને લોહી નીતરતી હાલતમાં જાતે જ ‘108’ને ફોન કર્યો હતો જ્યારે એફઆઇઆરમાં પુત્ર લખાવે છે કે ‘108’ને માર‍ા ભાઈએ ફોન કરીને બોલાવી હતી. આ અંગે પોલીસસૂત્રોને પૂછતાં જાણવા મળ્યું કે પાલ‍ાભ‍ાઈએ એમના ફોનમાંથી ‘108’ને ફોન લગાવ્યો હતો પણ એ બોલી શકવાની સ્થિતિમ‌ાં ન હોવાથી વાત બીજાએ કરી હતી.

પાલા ભગત પત્ની સાથે આ ઓરડીમાં સૂતા હતા
પાલા ભગત પત્ની સાથે આ ઓરડીમાં સૂતા હતા

અક્ષરશ: FIR
મારું નામ બાબુભાઈ પાલાભાઈ વાઘેલા, જાતે. અનુ. જાતિ, ઉ.વ. 35, ધંધો-ખેતી, રહે-મેરા, તા. દસાડા, જિ. સુરેન્દ્રનગર. રૂબરૂમાં પૂછવાથી મારી ફરિયાદ હકીકત જણાવું છું કે, હું ઉપર બતાવેલા ઠેકાણે મારાં બા-બાપુજી સાથે રહું છું અને ખેતીકામ કરું છું. અને અમારા પાસે પોણા ચાર વીઘા જેટલી જમીન છે. ત્યાં અમો ખેતીકામ કરી અમારું ગુજરાન ચલાવીએ છીએ.આજરોજ રાત્રીના આશરે દોઢેક વાગ્યે હું મજૂરીકામ કરી મારા ઘેર આવેલો અને આ વખતે મારાં મમ્મી-પપ્પા અમારા ઘરની ઓરડીમાં સૂતાં હતાં. અને હું પણ અમારા મકાનમાં ધાબા પર જઈને સૂઈ ગયો હતો. હું નિંદરમાં હતો અને રાત્રીના આશરે ત્રણેક વાગ્યાના અરસામાં અમારા ઘરની સામે રહેતા દેવીપૂજક રામજીભાઈ બબાભાઈ જોરજોરથી બુમો પાડીને બોલતા હતા કે કોણ છે? જેથી હું પણ જાગી ગયેલ અને હું મારા મકાનના ધાબેથી નીચે ઉતરતો હતો ત્યારે મેં એક ઇસમને અમારા ઘરના ફળિયાની વંડી ટપીને ભાગતાં જોયેલ, જેથી હું તથા અમારા સામે રહેતા રામજીભાઈ અને તેમનો દીકરો, અમો બધા આ ઇસમ પાછળ દોડેલા પણ તે ઇસમ અંધારાનો લાભ લઈને ભાગી ગયેલ જેથી અમો પાછા આવતા રહેલા હતા અને મેં મારા ઘેર આવીને જોયું તો મારાં મમ્મી અને પપ્પ‍ા લોહીલુહાણ હાલતમાં હતાં અને મારાં મમ્મી-પપ્પ‍ાને ગળાના ભાગે કોઈ હથિયાર વડે ઘા મારેલા હતા.

આ વખતે અમારા પાડોશમાં રહેતા માણસો ભેગા થઈ ગયેલા હતા અને મારા ભાઈએ 108 મોબાઇલને ફોન કરતાં મોબાઇલ આવતાં તેમાં મારાં મમ્મી-પપ્પાને દવાખાને લઈ જવાતાં હતાં પરંતુ મારાં મમ્મી બેભાન હાલતમાં હતાં, જેથી 108ના ડૉક્ટર સાહેબે મારાં મમ્મીની તપાસ કરી મરણ ગયેલ‍ાં હોવાનું જાહેર કરી મારાં મમ્મીને 108માં લેવાની ના પાડેલ જેથી અમો મારા પપ્પાને 108માં લઈ પ્રથમ બહુચરાજી સરકારી દવાખ‍ાને સારવાર માટે લાવેલ ત્યાં ડૉક્ટરસાહેબે મારા પપ્પાની પ્રાથમિક સારવાર કરી મહેસાણા લઈ જવાનું કહેતાં મારા પપ્પ‍ાને અહીં મહેસાણા વાઇબ્રન્ટ હૉસ્પિટલમ‍ાં સારવાર માટે લાવેલ છીએ અને મારા પપ્પાની સારવાર ચાલુ છે. અને તેઓને ગળાના ભાગે ઈજા થવાથી ટાંકા લીધેલા છે. જેથી તેઓ બોલી શકતા નથી.

મારા મમ્મીને અમાર‍ા કુટુંબના માણસો પાટડી દવાખાને સારવારમાં લઈ જતાં મારા મમ્મીને પણ ગળામાં ભાગે જીવલેણ ઈજા હોઈ તેઓને ડૉક્ટર સાહેબે મરણ ગયેલા જાહેર કરેલાં છે.આ મારાં મમ્મી-પપ્પ‍ાને ઈજા કરનાર ઇસમને મેં અંધારામાં જોયેલ હતો પણ તેનો ચહેરો મને દેખાયેલ નથી પરંતુ આ ઇસમે સફેદ કલરનાં કપડાં પહેરલાં હતાં અને તેની ઊંચાઈ આશરે 6 ફૂટ જેટલી હતી અને મધ્યમ બાંધાનો હતો અને બનાવ બાદ મને મારા બાપુજીએ વાત કરેલ કે બે ઇસમોએ આવી અમારા ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરેલ છે.તેથી ઉપર જણાવેલ વિગતે આજરોજ રાત્રિના હું અને મારાં મમ્મી-પપ્પા અમારા ઘરે સૂતા હતા અને હું ઘરના ધાબ‍ા ઉપર સૂતો હતો.

રાત્રિના આશરે ત્રણેક વાગ્યે અમારા ઘરના સામે રહેતા દેવીપૂજક રામજીભાઈએ દેકારો કરતાં હું જાગી ગયેલ અને ધાબ‍ા પરથી નીચે ઊતરતાં એક ઇસમ અમાર‍ા ઘરની વંડી ટપીને ભાગતો હોય તેના પાછળ દોડત‍ા તે હાથમાં આવેલ નહીં જેથી હું પાછો આવતા મારા મમ્મી પપ્પાને કોઇ અજાણ્યા ઇસમોએ તિક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે ઇજા કરી નાસી ગયેલ હોય જેમાં મારી મમ્મીને વધુ ઇજા થતાં તેનું મૃત્યુ નિપજાવેલ તેમજ મારા પપ્પાને ગળાના ભાગે ગંભીર જીવલેણ ઇજા કરી નાસી ગયેલ જેથી મારી આ અજાણ્યા બંને ઇસમો સામે ધોરણસર ફરીયાદ છે.

સીધી વાત : ફરિયાદ અને વાસ્તવિકતાના વિરોધાભાસની દિશામાં પણ તપાસ ચાલુ છે એચ. એલ. ઠાકર, દસાડા PSI

પ્રશ્ન : મેરા હત્યા કેસની તપાસ કેટલે પહોંચી?
ઉત્તર :
મેરા હત્યા કેસમાં શુક્રવારે અને શનિવારે ભગતના પરિવારજનો, પાડોશીઓ અને ગ્રામજનો મળીને 35થી વધુ લોકોનાં નિવેદનો લેવાયાં છે.
પ્રશ્ન : પુત્રની ફરિયાદ અને વાસ્તવિકતામાં ઘણો વિરોધભાસ દેખાય છે?
ઉત્તર :
પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે. અત્યારે કાંઈ પણ કહેવું વહેલું ગણાશે પણ ટૂંક સમયમાં આ હત્યા કેસનો ભેદ ઉકેલાઈ જશે.
પ્રશ્ન : પાલા ભગતનું નિવેદન લેવાયું છે?
ઉત્તર :
અત્યારે તેઓ મહેસાણા હૉસ્પિટલમાં આઇસીયુમાં સારવાર હેઠળ છે. રવિવારે સવારે ડૉક્ટર સાથે વાત કરીને એમનું પણ નિવેદન લેવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

ફરિયાદના શંકાસ્પદ મુદ્દા

  1. પાલા ભગતના ઘરની ઓસરીમાં 5 ફૂટનું બારણું અને 6 ફૂટની દીવાલ કૂદીને આવેલા હત્યારા કેવી રીતે ખૂનનો ખેલ ખેલી ગયા? અને હત્યારાઓ સાથે ઝપાઝપી, રાડબુમ ને દેકારો સાંભળી ઓસરીની ઉપર જ ખુલ્લ‍ા ધાબામ‌ાં સૂઈ રહેલ‍ા પુત્રને કશી જ ખબર ના પડી?
  2. ઓસરીમાં ખૂની ખેલ ખેલાયો ને થી 18 ફૂટ દૂર રહેતા પાડોશી દેકારો સાંભળીને જાગી ગયા અને ઓસરીથી 10 જ ફૂટ ઊંચે ધાબામાં સૂતા દીકરાને ખબર ના પડી?
  3. પાડોશી રામજીભાઈ દેવીપૂજકે ઘરમાંથી કોઈને ભ‍ાગતા જોયા ન હોવાનું ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...