રાહત:ઓડુમાં નવો બોર ચાલુ કરાતા પાણીની સમસ્યાનો કાયમી અંત, ઓડુંમાં એકસાથે બે બોર ધમધમતા થયા

પાટડી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટડી તાલુકાના ઓડું ગામમાં બોર બગડતા ગ્રામજનો તળાવના વિરડામાંથી જીવના જોખમે પાણી લેવા મજબૂર બન્યાનો તસ્વીર સાથેનો વિસ્તૃત અહેવાલ તા. 12 મેના દિવ્યભાસ્કરમાં છપાયો હતો. આ અહેવાલના પગલે પાણી પુરવઠા વિભાગ દ્વારા પ્રથમ 45HPની મોટર દ્વારા રણનો બોર ચાલુ કરાયા બાદ શનીવારે 20HPની મોટર સાથે ગ્રામ પંચાયતનો પણ નવો બોર ચાલુ કરાતા ઓડું ગામની પીવાના પાણીની સમસ્યાનો કાયમી અંત આવ્યો હતો.

પાટડી તાલુકાના ઓડું ગામમાં આકરા ઉનાળામાં જ પીવાના પાણીની સનસ્યા વિકટ બનતા ઓડું ગામના નાના નાના ભુલકાઓ જીવના જોખમે તળાવમાં આવેલા 15 ફૂટ ઊંડા વિરડામાંથી જીવના જોખમે પાણી લેતા હોવાનો તા. 12મી મેના દિવ્યભાસ્કરમાં તસ્વીર સાથેનો વિસ્તૃત અહેવાલ છપાયો હતો. આ અહેવાલ બાદ ઓડું ગામે દોડી ગયેલા ડેપ્યુટી ઇજનેર હિતેશભાઇ ચાવડા અને મોરીભાઇ સહિતની ટીમેં બીજા જ દિવસે સુરેન્દ્રનગર પાણી પુરવઠા બોર્ડની હેડ ઓફિસથી 45HPની નવી મોટર મંગાવી ઓડું ગામમાં આવેલો રણનો બોર ચાલુ કરાવી ગ્રામજનોને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવતા ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો. આમ, ઓડું ગામમાં પાણી પુરવઠા વિભાગનો રણનો 45HPની મોટર સાથેનો રણનો બોર અને ગ્રામ પંચાયતનો 20HPની મોટરનો નવો બોર મળી બંને બોર ચાલુ કરાતા ઓડું ગામની પીવાના પાણીની સમસ્યાનો કાયમી અંત આવતા ગ્રામજનોમાં ખુશીની લહેર દોડી જવા પામી હતી. 

અન્ય સમાચારો પણ છે...