પાટડીના યુવાનની કલાકારી:આંખે પાટા બાંધી બેન્જો પર શાલ રાખી વગાડે છે; ડાયરાના દિગ્ગજ કલાકારો સાથે સંગત કરી છે

પાટડી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
આંખે પાટા અને બેન્જો પર શાલ ઓઢાડી સંગીત આપતો કિશન. - Divya Bhaskar
આંખે પાટા અને બેન્જો પર શાલ ઓઢાડી સંગીત આપતો કિશન.
  • રામદાસ ગોંડલિયા, હકાભા ગઢવી, જિજ્ઞેશ કવિરાજ જેવા ખ્યાતનામ કલાકારો સાથે કામ કર્યું છે

પાટડીના બારોટવાસમાં કિશન બારોટ નામે યુવા બેન્જો આર્ટિસ્ટ રહે છે. સાવ સામાન્ય સ્થિતિ છે અને તેના પરિવારનું ભરણપોષણ તેના પિતા કરે છે. માતાની બિમારી અને ભાઇનું શિક્ષણને પરિવારની જવાબદારી-માંડ માંડ દિવસના બે છેડા ભેગા કરતો આ પરિવાર છે. નાનપણથી જ કિશનને સંગીતમાં રસ હતો. અને એમાય બારોટ પરિવાર કલા સાથે જોડાયેલો હોય છે. કિશન બારોટ 4 વર્ષનો હતો ત્યારે ઓર્ગન વગાડવાનું શિખ્યો હતો. આજે તે બેન્જો, હાર્મોનિયમ, કિબોર્ડ, તબલા, ઢોલ, ઓક્ટોપેડ જેવા સંગીતના સાધનો વગાડી શકે છે.

હાલ આ છેવાડાના કલાકાર પાસે જર્જરિત હાલતમાં બેન્જો છે. તેનાથી તેણે દેવરાજ ગઢવી, રામદાસ ગોંડલિયા, સંગીતાબેન લાબડિયા, હકાભા ગઢવી, જીજ્ઞેશ કવિરાજ અને જયમંત દવે, દલસુખ પ્રજાપતિ, ઇશ્વરભાઇ ભાલાણી જેવા ખ્યાતનામ કલાકારો સાથે સંગીત આપ્યું છે. આ સાથે વિશાલભાઇ ગઢવીને પણ સંગીતની સંગત આપી છે.

આ સાથે કિશન બારોટ આંખે પાટા અને બેન્જો ઉપર સાલ રાખીને બેન્જો વગાડી શકે છે. સાતેય સૂરોને યુવાવસ્થાએ આત્મસાત કરી તેના હૈયામાં ગોઠવી દીધા છે. ખરેખર કિશનનો બેન્જો સાંભળતા જ મનમોર બની થનગાટ કરવા લાગે છે. પાટડીના આ સાવ સામાન્ય યુવા કલાકાર પાસે બેન્જો લાવવાની રકમ નથી. કલા જગતના સાધનો કોઇ પણ ગુરૂ વગર શિખનાર આ એકલવ્ય જેવો કિશન બારોટ સાવ સરળ સ્વભાવનો છે અને તેના કારણે જ માં સરસ્વતીની કૃપા તેના પર અવિરત વરસ્યા કરે છે.

અન્ય સમાચારો પણ છે...