તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિઃશુલ્ક ટ્રેનિંગ:પાટડીનો નિવૃત્ત ફૌજી જવાન પથંકના યુવાનોને સવાર-સાંજ નિઃશુલ્ક મિલેટ્રી ટ્રેનિંગ આપે છે

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
જૈનાબાદના 70થી વધુ યુવાનો પોલિસ, SRP અને લશ્કરમાં ફરજ બજાવે છે - Divya Bhaskar
જૈનાબાદના 70થી વધુ યુવાનો પોલિસ, SRP અને લશ્કરમાં ફરજ બજાવે છે
  • 47 જેટલા યુવાનો નિવૃત્ત ફૌજી જવાન આબિદ નશરૂદિનભાઇ કુરેશી પાસેથી મીલેટ્રી ટ્રેનિંગ મેળવે છે
  • જૈનાબાદના 70થી વધુ યુવાનો પોલિસ, SRP અને લશ્કરમાં ફરજ બજાવે છે

પાટડી તાલુકાના જૈનાબાદનો 37 વર્ષનો નિવૃત ફૌજી જવાન પથંકના યુવાનોને સવાર-સાંજ નિ:શુલ્ક મિલેટ્રી ટ્રેનીંગ આપે છે. નિવૃત ફૌજી પોલિસ કે લશ્કરમાં જોડાવા માંગતા યુવાનોને સવાર-સાંજ દોઢ કલાક દોડ, રસ્સા ચઢ અને પુશ-અપ્સ સહિતની મિલેટ્રીની આકરી ટ્રેનીંગ આપે છે. મોટા ભાગના લોકો નિવૃત બાદ થાક ઉતારવા આરામ કે પછી મંદિરોમાં આરતી કરી જીવન વ્યતિત કરતા જોવા મળે છે. ત્યારે દેશની રક્ષા માટે પોતાના જીવની પણ પરવા કર્યા વગર આન, બાન અને શાનથી ફરજ બજાવતા જાંબાઝ સૈનિકો નિવૃત બાદ પણ સમાજ માટે કાંઇક કરી છુટવાની તમન્ના રાખે છે.

પાટડીના 47 યુવાનોને સવાર સાંજ ટ્રેનિંગ આપે છે
પાટડી તાલુકાના 37 વર્ષના નિવૃત્ત ફૌજી જવાન આબિદ નશરૂદિનભાઇ કુરેશી તાજેતરમાં નિવૃત થયા બાદ પથંકના 47 જેટલા યુવાનોને રોજ સવાર સાંજ નિ:શુલ્ક મિલેટ્રીની આકરી ટ્રેનીંગ આપવાનું કામ કરે છે.પાટડી પથંકના દસાડા, જૈનાબાદ અને મુલાડા સહિતના આજુબાજુના ગામના 47 જેટલા યુવાનોને આ નિવૃત ફૌજી જવાન આબિદ કુરેશી વહેલી સવારે 6.15થી 7.45 સુધી દોઢ કલાક અને સાંજે 5.30થી 7 વાગ્યા સુધી દોઢ કલાક 5 કિ.મી.રનીંગ, 1600 મીટર દોડ, પુશ-અપ્સ, રસ્સા ચઢ સહિતની મિલેટ્રીની આકરી ટ્રેનીંગ આપવાનું કામ કરે છે. આ ટ્રેનીંગમાં કોરોના મહામારીને ધ્યાનમાં લઇને સોશ્યલ ડિસ્ટન્સીંગ અને સેનેટાઇઝરના ઉપયોગનું ફરજીયાતપણે પાલન કરવામાં આવે છે. મિલેટ્રીની આકરી ટ્રેનીંગથી થાકેલા યુવાનોને વોર્મ-અપ માટે વોલીબોલ સહિતની રમતો રમાડવામાં આવે છે.

પાટડીના 47 યુવાનોને સવાર સાંજ ટ્રેનિંગ આપે છે
પાટડીના 47 યુવાનોને સવાર સાંજ ટ્રેનિંગ આપે છે

દેશની સેવા બાદ હવે સમાજ સેવામાં જીવન વિતાવવું છે : આબિદ કુરેશી
28/3/2003ના રોજ મીલેટ્રીમાં જોડાયા બાદ હિમાચલ ધર્મશાલા, લેહ-લદાખ, આસામ અને પુનામાં પોસ્ટીંગ વચ્ચે કોલ્હાપુર સિલ્કીમાં પુર હોનારાતમાં હજારો લોકોને સહિ સલામત બચાવતા મારૂ ગ્રામજનો સહિત અનેક લોકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ. દેશની સેવા કર્યા બાદ હવે નિવૃત્તિ બાદ તાલુકા અને સમાજ સેવાની નેમ સાથે 28/3/2020ના રોજ નિવૃત થયા બાદ પથંકના યુવાનોને આકરી ટ્રેનીંગ આપવાનું કામ શરૂ કરાયું છે. મારી મહેનત અને પ્રયત્નથી એક પણ યુવાન દેશની રક્ષા કાજે ફૌજ કે લશ્કરમાં જોડાશે તો મને એનો ગર્વ થશે.

જૈનાબાદમાં 70થી વધુ યવાનો આર્મિ અને લશ્કરમાં જોડાયેલા છે
પાટડી તાલુકાના ખોબા જેવડા જૈનાબાદના 70થી વધુ યુવાનો પોલિસ, SRP અને આર્મિ અને લશ્કરમાં ફરજ બજાવે છે. ત્યારે નિવૃત ફૌજી જવાન આબિદ કુરેશીએ પથંકના વધુમાં વધુ યુવાનો લશ્કરમાં જોડાઇને દેશની રક્ષા માટે બજાવે એ માટે કમર કસી છે.

પાટડી પથંકનો કોઇ પણ યુવાન ભાગ લઇ શકે છે
પાટડી પથંકનો કોઇ પણ યુવાન ભાગ લઇ શકે છે

13 ડિસેમ્બરે પથંકના યુવાનો માટે ઓપન ટૂર્નામેન્ટનું આયોજન
આ અંગે જૈનાબાદના નિવૃત્ત ફૌજી જવાન આબિદ કુરેશીએ તંત્રની પરમીશન સાથે પથંકના યુવાનો માટે 5 કિ.મી.રનીંગ, 1600 મીટર, 400 મીટર અને 100 મીટર દોડ અને નાના-નાના ભુલકાઓ માટે 100 મીટર દોડનું આયોજન હાથ ધરાયું છે. જેમાં પાટડી પથંકનો કોઇ પણ યુવાન ભાગ લઇ શકે છે.
(મનીષ પારીક. પાટડી )

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો