કાર્યવાહી:પાટડી તાલુકા પંચાયત ના જોખમી ક્વાર્ટર્સ તોડવા નોટિસ

પાટડીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટડી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પાટડી તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીને કરાયેલી લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ પાટડી નગરપાલિકા વિસ્તારમાં રેસ્ટ હાઉસ રોડ પર તાલુકા પંચાયતની માલિકીના સ્ટાફ ક્વાર્ટર્સ જર્જરિત હાલતમાં પડવાના વાંકે ઊભા છે. જે જાહેર રસ્તા પર ગમે ત્યારે ભોંય ભેગા થવાની ભીતિ છે. જેનાથી જાહેર માલ-મિલ્કતને અને આ રસ્તેથી પસાર થતી જાહેર જનતાને અકસ્માત કે જાનહાની થવાનો ભય છે. જેથી આ મિલ્કતનો ભયજનક હિસ્સો આગામી 7 દિવસમાં દૂર કરવા લેખિત નોટિસ ફટકારાઇ છે. કાર્યવાહી કરી સદર મિલ્કત તાલુકા પંચાયતના ખર્ચે અને જોખમે દૂર કરાશે એવી લેખિત નોટિસથી શિયાળામાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...