રાહત:પાટડી પાલિકા દ્વારા વાણિજ્ય મિલકતવેરામાં 20 ટકા માફી, નગરજનો માટે ‘આત્મનિર્ભર પેકેજ’ જાહેર કરાયું

પાટડી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 31 જુલાઈ સુધી ટેક્સ ભરનારને લાભ : ટેક્સ ઇન્સ્પેક્ટર

સરકાર દ્વારા રાજ્યના અર્થતંત્રને પુન:વેગવંતુ બનાવવા નગરપાલિકા માટે ‘આત્મનિર્ભર પેકેજ’ જાહેર કરાયું છે. જે અંતર્ગત વાણિજ્ય મિલ્કતવેરામાં 20% માફી જાહેર કરાઇ છે. જેમાં 31-08-2020 સુધીમાં વર્ષ 2020-21નો વાર્ષિક પ્રોપર્ટી ટેક્ષ ભરનારને 20% માફી આપવામાં આવશે.

આ યોજના માટે પાટડી નગરપાલિકા દ્વારા પાટડીની મુખ્ય બજારના જાહેર બોર્ડ પર લેખીત સુચના પણ મુકવામાં આવી છે. જેમાં જણાવ્યાંનુસાર સરકાર દ્વારા રાજ્યના અર્થતંત્રને પુન:વેગવંતુ બનાવવા રાજ્યના દરેક વર્ગના નાગરિકોને આર્થિક મદદ કરવાના હેતુથી નગરપાલિકાઓ માટે ‘આત્મનિર્ભર પેકેજ’ જાહેર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પાટડી નગરપાલિકા દ્વારા વર્ષ2020-21ના વર્ષમાં વાણિજ્ય (કોર્મશિયલ) મિલ્કતોને મિલ્કતવેરાની રકમમાં 20% લેખે માફી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વધુ વિગત આપતા પાટડી નગરપાલિકાના ટેક્ષ ઇન્સ્પેક્ટર નિરવ સુથારે જણાવ્યું કે, આ યોજના અંતર્ગત વાર્ષિક પ્રોપર્ટી ટેક્ષ સમયસર તા-31-08-2020 સુધીમાં ભરપાઇ કરનારને 20 ટકા લેખે માફી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...