તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:પાટડીના પ્રવેશદ્વારે 15 દિવસથી ચાલતી રોડની કામગીરીથી રોષ

પાટડી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
રોડનું સમારકામ ચાલતું હોવાનું બોર્ડ પણ લગાવ્યું નથી. - Divya Bhaskar
રોડનું સમારકામ ચાલતું હોવાનું બોર્ડ પણ લગાવ્યું નથી.
 • વિસ્તારમાં કોરોનાના કેસો વધતાં દર્દીઓને હાલાકી

પાટડીમાં પ્રવેશ દ્વાર પર જ નવો રોડ બનાવવા છેલ્લા 15 દિ’થી રોડ ખોદી મુકાતા લોકો, રાહદારીઓ અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. વધુમાં આ વિસ્તારમાં કોરોનાના કેસો વધતા અહીં એમ્બ્યુલન્સ કે 108 પણ જઇ શકે એમ ન હોવાથી આક્રોશ જોવા મળી રહ્યોં છે. પાટડીમાં થોડા સમય અગાઉ અંદાજે 8થી 10 કરોડના ખર્ચે સીસીરોડ બનાવવામાં આવ્યા હતા. જેમાં વિરમગામથી પાટડી આવ્યા બાદ ગામના પ્રવેશ દ્વાર પર જ પાંજરાપોળથી દરબારી ચોક સુધીનો અંદાજે અડધા કિ.મી.નો રસ્તા માટે પાલિકાએ ટેન્ડર બહાર પાડી નવીનીકરણ હાથ ધરી અડધો કિ.મી.નો રસ્તો ખોદકામ કર્યાને 12થી 15 દિવસ વિતવા છતાં ગોકળ ગતિએ કામ આગળ વધતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં હતા.

વધુમાં આ વિસ્તારમાં રહેતા એક રહેણાંક મકાનમાં એકસાથે કોરોનાના ચાર કેસ આવવાની સાથે અેક આધેડનું કોરોનાના કારણે મોત નિપજવાની ઘટના બની હતી. ત્યારે રોડ ખોદકામના લીધે અહીં એમ્બ્યુલન્સ કે 108 પણ જઇ શકે એમ ન હોવાથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યોં છે. વિસ્તારમાં રહેતા શક્તિસિંહે આક્રોશ સાથે જણાવ્યું કે, આ રોડના ખોદકામ દરમિયાન કોન્ટ્રાક્ટરે મારા ઘરનો દરવાજો પણ તોડી નાંખ્યો હતો. બીજી બાજુ ખોદકામ ચાલી રહ્યું છે છતાં રોડની બંને બાજુ રોડનું સમારકામ ચાલતું હોવાનું બોર્ડ લગાવેલું ન હોવાથી ચાલકોને મુશ્કેલી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો