તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:પાટડીમાં 36 ફૂટ ઊંચા ગણપતિ મંદિરમાં 10 દિવસ ભવ્ય ગણેશ ઉત્સવનું આયોજન

પાટડી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફરજીયાત માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગ સહિતની તમામ સરકારી ગાઇડ લાઇન્સનું ફરજીયાત પાલન કરવામાં આવશે. - Divya Bhaskar
ફરજીયાત માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગ સહિતની તમામ સરકારી ગાઇડ લાઇન્સનું ફરજીયાત પાલન કરવામાં આવશે.
  • ગણેશ યુવક મંડળ દ્વારા ગણેશ ચતુર્થીએ ભવ્ય શોભાયાત્રા સહિત તડામાર તૈયારીઓ

પાટડી જમાદારવાસમાં આવેલા ભવ્ય 36 ફૂટ ઊંચા ગણપતિ મંદિરમાં 10 દિવસના ભવ્ય ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગણેશ યુવક મંડળ દ્વારા ગણેશ ચતુર્થીએ ભવ્ય શોભાયાત્રા સહિત મંદિર સુશોભનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પાટડીના જમાદારવાસમાં તાલુકાનું પ્રથમ ગણપતિ મંદિર આવેલું છે. લાખોના ખર્ચે બનેલા આ ભવ્ય 36 ફુટ ઉંચા ગણપતિ મંદિરમાં ગત વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને 10 દિવસના ગણપતિ ઉત્સવની સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

આમ તો પાટડીમાં દર વર્ષે જમાદારવાસ ગણપતિ યુવક મંડળ અને દરબારી ચોક ગણપતિ યુવક મંડળ દ્વારા ગણપતિ મહોત્સવની દબદબાભેર ઉજવણી કરવામાં આવતી હતી. પરંતુ આ વર્ષે સરકાર દ્વારા ગણપતિ ઉત્સવને મંજૂરીની મહોર અપાતા ગણેશ યુવક મંડળ દ્વારા ગણેશ ચતુર્થીએ ભવ્ય શોભાયાત્રા સહિત મંદિર સુશોભનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

આ અંગે વધુ વિગત આપતા વ્યવસ્થાપકો રાજુભાઇ શર્મા, ડી.કે.પરીખ, મોન્ટુ ઠક્કર અને પ્રકાશ પ્રજાપતિએ જણાવ્યું કે, આ વર્ષે જમાદારવાસના ગણપતિ મંદિરમાં 10 દિવસના ગણેશ મહોત્સવનું આયોજન કરાયું છે. પણ એમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ફરજીયાત માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગ સહિતની તમામ સરકારી ગાઇડ લાઇન્સનું ફરજીયાત પાલન કરવામાં આવશે. હાલમાં આ ગણેશ ઉત્સવને લઇને યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યોં છે.

અન્ય સમાચારો પણ છે...