ભાસ્કર એક્સકલૂઝિવ:હે રામ! ન્યાયની વાટ જોતાં પૂજારી રામશરણ

પાટડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સિધ્ધસરની મૂર્તિ ચોરી કેસમાં આરોપીને ઝબ્બે કરવા પોલીસ આકાશ પાતાળ ખૂંદી રહી છે  જ્યારે ગામમાં પોલીસ બંદોબસ્ત યથાવથ છે. - Divya Bhaskar
સિધ્ધસરની મૂર્તિ ચોરી કેસમાં આરોપીને ઝબ્બે કરવા પોલીસ આકાશ પાતાળ ખૂંદી રહી છે જ્યારે ગામમાં પોલીસ બંદોબસ્ત યથાવથ છે.
  • સિધ્ધસર મંદિરમાં થયેલી ચોરીથી આઘાત પામેલા પૂજારીએ અન્નજળનો ત્યાગ કર્યો હતો, 6 દિવસે દેહ છોડ્યો
  • આરોપીને ઝબ્બે કરવા પોલીસ આકાશ પાતાળ ખૂંદી રહી છે; ગામમાં હજીય અજંપાભરી સ્થિતિ

સિધ્ધસરના પ્રાચીન રામજી મંદિરમાંથી ભગવાનની પુરાતન મૂર્તિઓની ચોરીની ઘટનાથી ગામમાં રોષ ફેલાયો છે. અઠવાડિયા પછી પણ પોલીસ ચોરી કરનારા આરોપી મોહસીન ખાન ઉર્ફ રાવણને શોધવામાં નિષ્ફળ રહી છે. બીજી તરફ ભગવાનની મૂર્તિની ચોરીથી આઘાતમાં સરી અન્નજળનો ત્યાગ કરનારા પૂજારી મયારામ રામાનંદીએ 6 દિવસ પછી હૉસ્પિટલમાં દેહત્યાગ કર્યો છે. પૂજારીએ ચોરને પકડવાની પોલીસને વિનંતી કર્યા પછી અન્નજળનો ત્યાગ કર્યો હતો. ન્યાયની વાટ જોતાં જોતાં પૂજારી રામશરણ થતાં પોલીસની ચિંતા વધી છે સાથે આરોપી રાવણને પકડવાનો પડકાર પોલીસ સામે છે.

છેલ્લા 5 દિવસથી અન્ન-જળનો ત્યાગ કરનારા પૂજારીએ દેહ છોડ્યો
છેલ્લા 5 દિવસથી અન્ન-જળનો ત્યાગ કરનારા પૂજારીએ દેહ છોડ્યો

પાટડી તાલુકાના સિધ્ધસર મંદિરની મૂર્તિ ચોરી કેસમાં આરોપીને ઝબ્બે કરવા પોલીસ છેલ્લા અઠવાડિયાથી આકાશ પાતાળ ખૂંદી રહી છે. જ્યારે આરોપી ના પકડાતા ગામમાં હજીય અજંપાભરી શાંતિ છે. જ્યારે મંદિરના પૂજારી છેલ્લા 6 દિવસથી વેન્ટિલેટર પર હજી જીવન મરણ વચ્ચે હોસ્પિટલમાં ઝોલા ખાઇ રહ્યાં છે. ગામમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સિધ્ધસર ગામના મોહસીનખાન નશીબખાન જતમલેક નામના રીઢા ચોરે સિધ્ધસર ગામમાં આવેલા પ્રાચીન રામજી મંદિરમાંથી તાળા તોડી 150 વર્ષ જૂની પ્રાચીન પૌરાણિક મૂર્તિઓ ચોરી કરી લઇ જતા ગ્રામજનો રોષે ભરાયા હતા.

પોલીસ છેલ્લા એક અઠવાડિયાથી આકાશ પાતાળ ખુંદી રહી
સિધ્ધસર રામજી મંદિરમાં ચોરીની આ ઘટના બાદ મંદિરના પૂજારી મયારામભાઇ રામાનંદીએ અન્ન જળનો ત્યાગ કરતા એમની તબિયત લથડતા હાલ તેઓ અમદાવાદ હોસ્પિટલમાં છેલ્લા 6 દિવસથી કોમામાં વેન્ટિલેટર પર હજી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યાં છે.પાટડી તાલુકાના સિધ્ધસર મંદિરની મૂર્તિ ચોરી કેસમાં આરોપીને ઝબ્બે કરવા પોલીસ છેલ્લા એક અઠવાડિયાથી આકાશ પાતાળ ખુંદી રહી છે.

સઘન કોમ્બિંગ કરવા છતાં આરોપીનો ક્યાંય કોઇ અત્તોપત્તો લાગ્યો નથી
રોજ 150થી વધુ પોલીસનો કાફલો આ રીઢા ચોરને શોધવા સીમ વિસ્તાર ખૂંદી રહી છે. ગ્રામજનોના કહેવા અનુસાર આ ચોર ગામ આજુબાજુના સીમ વિસ્તારમાં એરંડાના ખેતરમાં છૂપાયો હોવાની આશંકા વ્યક્ત કરતા જિલ્લા પોલીસવડા હરેશ દૂધાત, ધ્રાંગધ્રા ડીવાયએસપી જે.ડી.પુરોહિત, એલસીબી અને એસઓજી સહિત તાલુકાની પોલીસ દ્વારા ગામમાં ડ્રોન કેમેરાની મદદથી સઘન કોમ્બિંગ કરવા છતાં આરોપીનો ક્યાંય કોઇ અત્તોપત્તો લાગ્યો નથી.

મંદિરમાંથી મૂર્તિ ચોરાતા મારા પિતા વ્યથિત થઇ ગયા હતા કે મારા ભગવાનને ચોર મંદિરમાંથી ઊઠાવી ગયો
મારા પિતા મયારામભાઇ રામાનંદી વર્ષોથી આ મંદિરની પૂજા કરતા હતા. છેલ્લી 2 પેઢીથી અમારો પરિવાર આ મંદિરમાં પૂજા પાઠ કરતા આવ્યા છીએ. આ મંદિરમાં મૂર્તિઓની ચોરી થયા બાદ સરપંચ અને ગ્રામજનો સાથે મારા પિતા મયારામભાઇ ફરિયાદ કરવા પણ બજાણા પોલીસ મથકે ગયા હતા. પણ મંદિરમાંથી મૂર્તિ ચોરાતા તેઓ ખૂબ વ્યથિત થઇ ગયા હતા કે મારા ભગવાનને ચોર મંદિરમાંથી ઊઠાવી ગયો હતો. આથી મૂર્તિ અને ચોર નહીં પકડાય ત્યાં સુધી હું અન્નજળ નહીં લઉ. આખો દિવસ એ ના જમતા બીજા દિવસે એમની તબિયત લથડતા એમને પહેલા સુરેન્દ્રનગર હોસ્પિટલમાં અને બાદમાં વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં લઇ જવાતા એ આઘાતથી કોમામાં સરી પડ્યાં બાદ એ દિવસથી જ એ વેન્ટિલેટર ઉપર હતા. આ ઘટનાથી આઘાતમાં સરી પડ્યાં બાદ કોમામાં ગયા બાદ અત્યારે એ ભગવાનને પ્યારા થયા છે. અને વહેલી સવાર સુધી અને ડેડબોડીને લઇને સિધ્ધસર પહોંચી જઇશુ. - વિષ્ણુભાઇ રામાનંદી પૂજારીના પુત્ર

અન્ય સમાચારો પણ છે...