આક્રોશ:હરીપુરામાં રસ્તા મુદ્દે ઝઘડો થતાં ન્યાય માટે માતા-પુત્રનું આંદોલન, અગાઉ હત્યાનો બનાવ બનતા કાર્યવાહીની માંગ

પાટડી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટડીના હરીપુરા ગામે રહેતા જગદિશભાઇ મકવાણાના પિતા રેવાભાઇની રસ્તાના મામલે ઝઘડો થતાં હત્યા થઇ હતી. જે અંગે ગાંધીનગર સુધી રજૂઆત થઇ હતી.  તાજેતરમા જગદિશભાઇ અને નાનજીભાઇ જાદવના પરિવારો વચ્ચે થયેલા ઝઘડાએ વરવુ સ્વરૂપ ધારણ કરતા જગદિશભાઇ મકવાણા માતા સાથે તાલુકા પંચાયત કચેરી ખાતે ન્યાય બાબતે ધામા નાખ્યાં હતા. આ ઘટનાની જાણ થતાં પાટડી તાલુકા પંચાયતના ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી વીણાબેન તાકીદે પંચાયત કચેરીએ ધસી જઇ માતા-પુત્રની રજૂઆત સાંભળવા કચેરીમાં બોલાવીને સઘળી હકીકતો જાણી હતી. આ અંગે જગદિશભાઇએ જણાવ્યું કે,  નાનજીભાઇ પસાભાઇ જાદવ સહિતના પરિવારજનો  રસ્તામાં પાણી અને કચરો નાખી ઝઘડો કરે છે. આથી હું મારી માતા સાથે ન્યાય માટે પાટડી તાલુકા પંચાયત કચેરીમાં ધામા નાખ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...