તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતોનો PGVCL કચેરીમાં હલ્લાબોલ:લો-વોલ્ટેજથી દિવસમાં 20થી વધુ ટ્રીપીંગથી 150 ખેડૂતની મોટર બળી

પાટડીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લોડ વધારવા ફીડર બદલતાં સિંગલ ફેઝ પૂરવઠો બંધ થયો : ખેડૂતો

પાટડીના ઝેઝરી ફીડરમાંથી લોડ વધારવા ખેડૂતોના ઉગ્ર આંદોલન બાદ કમાલપુરમાંથી સુરજપુરાનું ફીડર ચાલુ કરાયું છે પણ અગાઉ સરકારી યોજનામાં મળતો સીંગલ ફેસ વીજ પુરવઠો બંધ કરાતા ‘બકરૂ કાઢતા ઉંટ પેઠુ’ જેવો ઘાટ સર્જાયો છે. દોઢ માસમાં 150થી વધુ ખેડૂતોની 150થી વધુ મોટરો બળી જવા પામી છે. આથી સુરજપુરાના ખેડૂતો દ્વારા હલ્લાબોલ કરી સીંગલ ફેજ પુરવઠો ચાલુ થાય એ માટે પીજીવીસીએલમાં રજૂઆત કરાઇ છે.

પાટડી પીજીવીસીએલ કચેરીના તાબામાં આવતા 70થી 80 કિમી લાંબા ઝેઝરી ફીડરમાં લો-વોલ્ટેજની સમસ્યાના કારણે દિવસમાં 20થી વધુ ટ્રીપીંગથી અત્યાર સુધીમાં ખેડૂતોની અંદાજે 150થી વધુ મોટરો બળીને ખાખ થઇ ગઇ છે. જેમાં ખેડૂત બળી ગયેલી મોટર રૂ. 20,000નો ખર્ચો કરીને રીપેરીંગ કરીને લાવે એટલે તરત જ ફરી મોટર બળી જવાના બનાવો બને છે. આથી લાલઘૂમ બનેલા પાટડી પથંકના ખેડૂતોએ પાટડી પીજીવીસીએલ કચેરીએ ધસી જઇ હલ્લાબોલ મચાવ્યો હતો. બાદમાં પાટડી પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા સુરજપુરા સહિતના ગામડાઓના ખેડૂતોને ઝેઝરી ફીડરમાં લોડ વધારાને કારણે કમાલપુર ફીડરમાંથી સુરજપુરા સહિતના ગામડાઓનું અલગ ફીડર શરૂ કરાયું હતુ. જ્યારે ઝેઝરી ફીડરમાં આવતા ખેડૂતોને સરકારી યોજનામાં મળતો સીંગલ ફેજ વીજ પુરવઠો બંધ કરી દેવાયો છે.

સુરજપુરાના લાલાભાઇ રબારી સહિતના ગામ આગેવાનો અને ખેડૂતો દ્વારા પાટડી પીજીવીસીએલમાં કરાયેલી લેખીત રજૂઆતમાં જણાવ્યા મુજબ ઝેઝરી ફીડરમાંથી બીજુ નવું ફીડર બનાવતા એમાં ખેડૂતોને મળતો સીંગલ ફેજ પુરવઠો મળતો નથી. આથી તંત્રને વિનંતી છે કે, સુરજપુરા ફીડરનો વીજ પુરવઠો સીંગલ ફેજ ચાલુ થાય તો ખેડૂતો વાડીએ રાત્રે રહી શકીએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો