તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખનીજ ચોરી:પાટડીમાં ખાણ ખનીજ વિભાગનો દરોડો  ,1 જેસીબી, 8 ટ્રેક્ટર જપ્ત

પાટડી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જૈનાબાદ વોકળા પાસે બેફામ ખનીજ ચોરી થતી હતી

પાટડી જૈનાબાદ વોકળા પાસે બેફામ ખનીજ ચોરી થતી હોવાની બુમરાડ ઉઠી હતી. ત્યારે રવિવારે રજાના દિવસે પાટડી મામલતદાર સહિતના સ્ટાફે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. પાટડી મામલતદારે એક જેસીબી અને આઠ ટ્રેક્ટર મળી રૂ. 32 લાખનો મુદામાલ જપ્ત કરાતા રેતી ચોર માફીયામાં ખળભળાટ મચી હતી.

જિલ્લામાં મોટા ભાગના તાલુકાઓમાં અવારનવાર ખાણ ખનીજ વિભાગના દરોડા સાથે કાર્યવાહી હાથ ધરાતી હતી. પરંતુ સુરેન્દ્રનગરના છેવાડે આવેલા રણકાંઠા વિસ્તારમાં ક્યારેય ખાણ ખનીજના દરોડા ના પડતા ખનીજચોરો બેફામ બન્યા હતા. રવિવારના જાહેર રજાના દિવસે પાટડી મામલતદાર કે.એસ.પટેલ, નાયબ મામલતદાર આર.એસ.ખાંભલા સહિતના મામલતદાર કચેરીના સ્ટાફે પાટડી જૈનાબાદ રોડ પર વોકળા પાસે ખાણ ખનીજનો દરોડો પાડ્યો હતો.

પાટડી મામલતદારે આ દરોડામાં એક જેસીબી અને આઠ ટ્રેક્ટર મળી રૂ. 32 લાખનો મુદામાલ જપ્ત કરાતા રેતી ચોર માફીયામાં ખળભળાટ મચી હતી. અને અન્ય રેતી ચોર માફીયા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. પાટડી મામલતદારના આ દરોડોમાં ચારથી છ જેટલા ટ્રેક્ટરો અને જેસીબી તો રોડ પરથી ખાલી હાલતમાં પકડ્યા હોવાની પણ વિગતો સામે આવી છે. જ્યારે આ અંગે પાટડી મામલતદાર કે.એસ.પટેલે જણાવ્યું કે, આ કડક કાર્યવાહી આગામી દિવસોમાં પણ યથાવથ રાખવામાં આવશે. અને એક પણ રેતી ચોર માફીયાને બક્ષવામાં નહીં આવે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો