તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અભિયાન:પાટડી જેવા નાના ગામના માત્ર ધોરણ 10 ભણેલાં મીનાબેને અઢી હજાર મહિલાઓને પગભર બનાવી

પાટડી11 દિવસ પહેલાલેખક: મનીષ પારીક
 • કૉપી લિંક
મીનાબેન દેસાઇની તસવીર - Divya Bhaskar
મીનાબેન દેસાઇની તસવીર
 • પાટડીમાં અત્યાચારનો ભોગ બનેલી મહિલાઓને જાતે કમાતા કરવાનું અભિયાન
 • લગ્ન માટે યુવતીઓને ફસાવવાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો

પાટડી જેવા નાનકડા ગામમાં રહેતા હોવા છતાં માત્ર 10 ધોરણ ભણેલા મીનાબેન દેસાઇ પાટડી આજુબાજુના ગામોમાં વિધવા, ત્યક્તા અને ગરીબી રેખા હેઠળ જીવતી બેથી અઢી હજાર મહિલાઓને હસ્તકલા થકી રોજીરોટી રળી આપે છે. એની સાથે સાથે એમણે અત્યાર સુધીમાં સેંકડો મહિલાઓને વિવિધ મુસીબતોમાંથી જીવના જોખમે હિંમતભેર ઉગારીને સલામત સ્થળે પહોંચાડી છે.

તેમને અત્યાર સુધીમાં રાજ્યપાલ એવોર્ડ, ગૌરવવંતો ગુજરાત એવોર્ડ અને બેસ્ટ વુમન આંત્રરપ્રિન્ચોર જેવા એવોર્ડ મળ્યા છે. આ કામમાં અેમને પતિ વિજય દેસાઇ અને સહેલી રૂપલ પંચાલનો હંમેશા સાથ સહકાર મળ્યો છે. થોડા સમય અગાઉ ખારાઘોડામાં લગ્નની લાલચ આપી યુવતિઓને વેચવાના રેકેટનો પર્દાફાશ કરી 22 વર્ષની યુવતિ સાથે પાલનપુરની મહિલા દલાલ અને પાટણનો શખ્સ મળી કુલ પાંચ લોકોને ઝબ્બે કરી પોલિસને સોંપવામાં આવ્યા હતા.

આ રીતે પ્રેરણા મળી
સાત વર્ષ જૂની ઘટનાને યાદ કરતા મીનાબેન દેસાઇ જણાવે છે કે, પાટડીની યુવતિના લગ્ન રાજસ્થાનમાં થયા હતા. ત્યારે આ પરિણીતાને એના સાસરિયાવાળા કરીયાવર બાબતે ગામના જ એક મકાનમાં છેલ્લા દોઢ મહિનાથી દોરડા વડે બાંધી ગોંધી રાખી હતી. આથી હું અને પાટડીની અન્ય મહિલાઓ રાજસ્થાન ગયા અને એને જીવના જોખમે છોડાવી હતી. આ ઘટના બાદ હિંમત અને પ્રોત્સાહન મળતાં મેં બહેનોને મદદ કરવાનું શરૂ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો