ભાસ્કર વિશેષ:ખારાઘોડા હાઇસ્કૂલને ધો.11ની પરમીશન તો મળી પણ વર્ગ શરૂ ના કરાતાં બાળકોનું ભાવિ અદ્ધરતાલ

પાટડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ખારાઘોડા હાઇસ્કુલમાં વર્ગ શરૂ ન કરાતા બાળકોનું ભાવિ રોળાયું. - Divya Bhaskar
ખારાઘોડા હાઇસ્કુલમાં વર્ગ શરૂ ન કરાતા બાળકોનું ભાવિ રોળાયું.
  • 140 વિદ્યાર્થીઓને ધો.11માં પ્રવેશ ન મળવાનો મુદો દિવ્ય ભાસ્કરે ઊઠાવ્યો હતો

કોરોનાના પગલે ધો.10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાતા અને બીજી બાજુ ખારાઘોડામાં ધો.10 સુધીની જ હાઇસ્કૂલ હોવાથી ખારાઘોડામાં ધો.10માં પાસ થયેલા 140 અગરિયા વિદ્યાર્થીઓને ધો.11માં પ્રવેશ ન મળવાનો મુદો દિવ્ય ભાસ્કરે ઉઠાવ્યો હતો. આથી સુરેન્દ્રનગર જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા આ અગરિયા વિદ્યાર્થીઓને પાટડી મોડેલ સ્કૂલમાં પ્રવેશ આપવાની જાહેરાત કરવાની સાથે ખારાઘોડા હાઇસ્કૂલને ધો.11ની પરવાનગી તો આપી હતી, પણ હજી સુધી વર્ગ શરૂ ના કરાતા અગરિયાના બાળકોનું ભાવિ રોળાયું હોવાનો ગોઝારો ઘાટ સર્જાયો છે.

કોરોના મહામારીના કારણે ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવતા ખારાઘોડાના મીઠા કામદાર અને રણમાં મીઠું પકવતા અગરિયાઓના બાળકોને ધો.11માં ક્યાંય પ્રવેશ ન મળતા આ વિદ્યાર્થીઓનું ભણતર અને ભાવિ રઝળી પડે એવી કફોડી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.

આ અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા સુરેન્દ્રનગર જીલ્લા શિક્ષણાધિકારી સહિત લાગતા વળગતા તંત્રને અનેકો રજૂઆત કરાઇ હતી. ત્યારે ગુજરાતનાં છેવાડાના માનવી ગણાતા એવા રણમાં મીઠું પકવતા અગરિયાઓના બાળકો ધો.11માં પ્રવેશ ન મળતા શિક્ષણથી વંચિત રહેવાનો મુદો દિવ્ય ભાસ્કરે જોરશોરથી ઉઠાવ્યો હતો.

જેના પડઘારૂપે સૌ પ્રથમ સુરેન્દ્રનગર જીલ્લ‍ા શિક્ષણાધિકારીએ આ તમામ અગરિયા વિદ્યાર્થીઓને પાટડીની મોડેલ સ્કૂલમાં પ્રવેશ આપવાની સૂચનાઓ આપી હતી. અને બાદમાં ખારાઘોડાની સ્થાનિક કે.જી.એસ.હાઇસ્કૂલને ધો.11નો વર્ગ શરૂ કરવાની પરવાનગી પણ આપી હતી. અગરિયા અને મીઠા કામદારના 70 જેટલા વિદ્યાર્થીઓને ખારાઘોડા હાઇસ્કૂલમાં ધો.11માં પ્રવેશ આપવામાં આવ્યો હતો. અને બાકીના પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓનું નામ વેઇટીંગ લિસ્ટમાં રાખવામાં આવ્યું હતું. પરંતુ એ વાતને પણ બે મહિના જેટલો સમય વિતવા છતાં ખારાઘોડા હાઇસ્કુલમાં ધો.11નો નવો વર્ગ શરૂ ન કરાતા છેવાડાના માનવી ગણાતા એવા અગરિયા અને મીઠા કામદારોના બાળકોનું ભાવિ રોળાયું હોવાનો ગોઝારો ઘાટ સર્જાયો છે.

અન્ય સમાચારો પણ છે...