ફોરેસ્ટરો હડતાળ પર:ઝાલાવાડના વનવિભાગના કર્મચારીઓ હડતાળ પર, ઘુડખર સહિતનાં પ્રાણીઓ ભગવાન ભરોસે

પાટડી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રેડ-પેના મામલે વનવિભાગમાં ફરજ બજાવતા ફોરેસ્ટ ગાર્ડ અને ફોરેસ્ટરો હડતાળ પર ઉતર્યા

વનવિભાગમાં ફરજ બજાવતા ફોરેસ્ટ ગાર્ડ અને ફોરેસ્ટરો ગ્રેડ-પેમાં વધારો કરવાની માંગ સાથે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. કચ્છના નાના રણમાં 103 પ્રકારનાં 351196 પક્ષી અને 6082 ઘડખર સહિતનાં પશુ-પક્ષીઓની સારસંભાળ ખોરંભે ચડી છે.

અનેકો વખત રજૂઆત કરાઈ
વનવિભાગમાં ફરજ બજાવતા શ્રમિકોને રૂ. 1900 ગ્રેડ-પે આપવામાં આવે છે. જ્યારે ગાર્ડ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને રૂ. 1800 ગ્રેડ-પે મળે છે. જેથી ગાર્ડ અને ફોરેસ્ટરો કરતા શ્રમિકોને વધુ ગ્રેડ-પે મળે છે. આ મુદે અનેકો વખત રજૂઆત કરાઈ છે કે વનવિભાગના કર્મચારીઓને ગ્રેડ મળે છે પણ પે મળતો નથી.

ગુજરાતમાં વનવિભાગના 4700 જેટલા કર્મચારી છે
​​​​​​​
ઝાલાવાડમાં વનવિભાગના ઘુડખર અભયારણ્ય, નોર્મલ અને વિસ્તરણ એટલે કે, સામાજિક વનીકરણની ઑફિસમાં 3 ડીસીએફ, 3 એસીએફ, 5 રેન્જ ફોરેસ્ટ ઑફિસર, 30 જેટલા બીટગાર્ડ અને ફોરેસ્ટરો અને 110 જેટલા શ્રમિકો (રોજમદારો) કામ કરે છે. અને આખા ગુજરાતમાં વનવિભાગના 4700 જેટલા કર્મચારીઓ કામ કરે છે.

વન અને પર્યાવરણ મંત્રી સુરેન્દ્રનગર જિલ્લાના
હાલમાં વનવિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર છે, અને ઘૂડખર સહિતના રક્ષિત પ્રાણીઓ ભગવાન ભરોસે છે. આગામી ચૂંટણીને ધ્યાનમાં લઇ વિવિધ વિભાગના કર્મચારીઓ હડતાળ પર છે. અને સરકાર ચૂંટણી પહેલા વિવિધ કર્મચારીઓની માંગનો સ્વિકાર કરી હડતાળ સમેટવામાં પડી છે. ત્યારે વન અને પર્યાવરણ મંત્રી પણ સુરેન્દ્રનગર જિલ્લાના કિરીટસિંહ રાણા છે, તો વનવિભાગના કર્મચારીઓની માંગ સ્વીકારી “ઘીના ઢામમાં ઘી” કરી હડતાલનો સુખદ અંત આવશે.

અન્ય સમાચારો પણ છે...