સૂચના:પાટડી અભયમ કોમ્પલેક્ષના ગેરકાયદેસર બાંધકામ અંગે કાર્યવાહી કરવા સુચના

પાટડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરી દ્વારા અમદાવાદ હાઉસિંગ બોર્ડની કચેરી પ્રાદેશિક કમિશ્નરને લેખિત સૂચના આપવામાં આવી

પાટડી અભયમ કોમ્પલેક્ષના ગેરકાયદેસર બાંધકામ અંગે ધારાસભ્ય નૌશાદ સોલંકીએ બિલ્ડીંગમાં થતાં ફેરફારોને તાત્કાલિક અસરથી બંધ કરાવી બાકીની બંધ દુકાનોને સીલ મારવા જોઇએ જેથી કરીને તે દુકાનોનું વેચાણ થઇ શકે નહી સાથે અહીં હુકમના આધારે મોટા અક્ષરોમાં બોર્ડ લગાવવાની રજૂઆત કરી હતી. જેના આધારે પાટડી અભયમ કોમ્પલેક્ષ વિરુદ્ધ કાર્યવાહી કરવા ગાંધીનગર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરી દ્વારા પ્રાદેશિક કમિશ્નરને લેખિત સૂચના અપાઇ છે.

પાટડી ચાર રસ્તા પાસેના અભયમ કોમ્પલેક્ષના નામે કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામ અંગે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના પત્રથી ગુજરાત મ્યુનિસિપાલિટીઝ અમેન્ડેડ અધિનિયમ 2018ની કલમ 258 હેઠળ કાર્યવાહી કરવા જણાવ્યું હતુ. જે અંગે પાટડી ચાર રસ્તા પાસેના અભયમ કોમ્પલેક્ષ બાંધકામની સ્થિતિ જાળવી રાખવા અંગે હુકમ કરવામાં આવ્યો છે.

જે અંગે ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકીએ રૂબરૂ કચેરીની મુલાકાત લઇ રજૂઆત કરી હતી કે, હુકમનો અનાદાર કરી ત્યાં સતત આજદિન સુધી બાંધકામ ચાલુ છે અને ત્યાં નવી દુકાનોના ઉદઘાટન થઇ રહ્યાં છે અને બાંધકામ પણ ચાલુ છે તેમજ નવી દુકાનોના ઉદઘાટન થઇ રહ્યાં છે. એ બાબતના ફોટોગ્રાફ્સ અને ચાલુ બાંધકામની વિડીયો ક્લીપ્સ વ્હોટ્સઅપના માધ્યમથી મોકલી આપવામાં આવી હતી.

આ અતિગંભીર બાબતે બિલ્ડીંગમાં થતાં ફેરફારોને તાત્કાલિક અસરથી બંધ કરાવી બાકીની બંધ દુકાનોને સીલ મારવા જોઇએ જેથી કરીને તે દુકાનોનું વેચાણ થઇ શકે નહી સાથે અહીં હુકમના આધારે મોટા અક્ષરોમાં બોર્ડ લગાવવાની સાથે સૂચિત બાંધકામના સ્થળે પોલિસ સુરક્ષા મૂકી બિલ્ડીંગમાં કોઇપણ વ્યક્તિને જતા અટકાવવા યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતુ. આ બાબતે ગાંધીનગર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરી દ્વારા અમદાવાદ હાઉસિંગ બોર્ડની કચેરી પ્રાદેશિક કમિશ્નરને લેખિત સૂચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...