સુરક્ષિત રણના બેટ પક્ષી માટે પ્રસુતિગૃહ:કચ્છના નાના રણમાં ફરી વાર 40,000ની માળા વસાહત; 5,000 ઇંડા અને 30,000 જેટલાં બચ્ચાં સાથે સુરખાબની વસાહત મળી..!

પાટડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરખાબની વસાહત મળી - Divya Bhaskar
સુરખાબની વસાહત મળી

દર વર્ષે હજારો કિમી દૂર આવેલા સાઇબેરfયાથી સફેદ અને ગુલાબી રંગના લેસર, ગ્રેટર પક્ષીઓ વેરાન રણમાં ચોમાસું ગાળવા આવે છે. વધુમાં વેરાન રણમાં અસ્તિત્વમાન 74 જેટલા નાના-મોટા બેટ વિદેશી નયનરમ્ય પક્ષીઓને આવાસ પૂરા પાડે છે. આ વર્ષે પણ લાખોની સંખ્યામાં વિદેશી નયનરમ્ય પક્ષીઓ અહીં મહાલવા આવ્યા છે.

થોડા સમય અગાઉ ઝીંઝુવાડાના નાગબાઇ રણમાં સુરખાબનું નેસ્ટિંગ જોવા મળ્યું હતું. પરંતુ રણમાં ભારે વરસાદના પગલે નેસ્ટિંગ ફેઇલ થયું હતું. બજાણા અભ્યારણ્ય વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અનિલભાઈ રાઠવાએ જણાવ્યું કે, કચ્છના નાના રણમાં કૂડાથી 10 કિમી દૂર વેરાન રણમાં ફરીવાર 40,000ની માળા વસાહત, 5000 ઇંડા અને 30,000 જેટલા બચ્ચાઓ સાથેની અનોખી વસાહત જોવા મળી છે. અમે અમારી ટીમ સાથે આ જગ્યાની મુલાકાત લઇ સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

વસાહતની ખાસિયતો: 40થી 45 ચોમી ઊંચા ઢગલા પર ઈંડાં મૂકે છે
સુરખાબ સમૂહમાં માળા બનાવે છે. ચારે બાજુએ અડધા ફૂટ જેટલું પાણી હોવાથી 40થી 45 ચોમી ઊંચા ઢગલા બનાવી એના પર ઇંડા મૂકે છે. સંવનન બાદ બચ્ચા નીકળે ત્યારે એને સહેલાઇથી ખોરાક મળી રહે છે. બાદમાં સુરખાબ પક્ષીઓ રણમાં બચ્ચાઓને ઉડતા શીખવાડી ચોમાસા બાદ બચ્ચાઓ સાથે સામૂહિક ઉડાન ભરે છે.

અન્ય સમાચારો પણ છે...