તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોમાં ખુશીની લહેર:રણમાં રાજસ્થાન, ઉત્તર ગુજરાતની સાત નદીનાં પાણી ઠલવાય છે

પાટડી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
મીઠા માટે જાણીતું રણ મિની સમુદ્રમાં ફેરવાયું. - Divya Bhaskar
મીઠા માટે જાણીતું રણ મિની સમુદ્રમાં ફેરવાયું.
  • આ વર્ષે રણમાં ઝીંગાનું ઉત્પાદન વધારે થવાની આશા છે

રાજસ્થાન અને ઉત્તર ગુજરાતની 7 નદીના પાણી રણમાં ઠલવાતા ચિક્કાર પાણીથી રણ છલકાયું છે. આખા દેશમાં મીઠા માટે જાણીતું રણ મિની સમુદ્રમાં ફેરવાયું છે. બીજી બાજુ આ વર્ષે રણમાં ઝીંગાનું બમ્પર ઉત્પાદન થવાની આશા ઊભી થતા મિયાણા પરિવારના લોકોમાં ખુશીની લહેર દોડી જવા પામી છે. ગુજરાતનું દુર્લભ રણ એક એવી કુદરતી સંપદા છે કે જ્યાં વર્ષના 8 મહિના હજારો અગરિયા પરિવારો દ્વારા મીઠું પકવાય છે. જે સમગ્ર ભારત સહિત નેપાળ સુધી નિકાસ થાય છે.

બીજી બાજુ વર્ષના બાકીના 4 મહિના રણમાં સરસ્વતિ, રૂપેણ અને બનાસ સહિત રાજસ્થાન અને ઉત્તર ગુજરાતની 7 નદીના પાણી રણમાં ઠલવાતા 4 મહિના મિની સમુદ્રમાં ફેરવાયેલા રણમાં મિયાણા પરિવારના લોકો દ્વારા ઝીંગાનો વ્યવસાય કરે છે. આ ઝીંગા વેરાવળ અને પોરબંદર થઇ સ્ટીમર મારફત સાત સમંદર પાર જાય છે.

આ રીતે રણમાં ઝીંગા બને છે
રણમાં મિયાણા પરિવારના લોકો ચિક્કાર પાણીમાં જાળ બીછાવી ઝીંગા નામની માછલી પકડે છે. રણમાં મીઠા પાણીની સાથે ભરતીમાં આવેલ સમુદ્રના પાણીનું મિશ્રણ થતા છીંછરા પાણીના કારણે ઝીંગા બને છે. જ્યારે આ ઝીંગા કુદરતી વાતાવરણમાં નૈસર્ગિક રીતે બનતા હોવાથી સમગ્ર ભારતમાં આ ઝીંગા સૌથી વધુ વખણાય છે. વિદેશોમાં રણમાં બનેલા ઝીંગાની વ્યાપક માગ છે.

અન્ય સમાચારો પણ છે...