તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પાટડીના નારણપુરામાં દારૂના જથ્થા સાથે કાર ઝબ્બે : ડ્રાઇવર કાર મૂકી ફરાર

પાટડી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દારૂ અને કાર મળી રૂ. 3.38 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયા
  • પોલીસે ગુનો નોંધી ફરાર ડ્રાઇવરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં

પાટડી પોલીસે બાતમીના આધારે ઓડુ ગામથી ખારાઘોડા ગામ તરફ આવતી સ્વીફ કારનો ફિલ્મી ઢબે પીછો કરી નારણપુરા ગામના બોર્ડ થઇ હિંમતપુરા ગામે મેલડી માતાજીના મંદિર બાજુ કાચા રસ્તે ચાલક ગાડી મૂકીને ફરાર થઇ ગયો હતો. પાટડી પોલીસે વિદેશી દારૂ અને બિયર ટીન મળી કુલ બોટલો નંગ- 668, કિંમત રૂ. 88000 અને કાર મળી કુલ રૂ. 3.38 લાખનો મુદામાલ ઝબ્બે કરી નાસી છુટેલા ચાલકને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પાટડી પોલિસ મથકના પીએસઆઇ જે.બી.મીઠાપરા સહિતના પોલિસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે, ઓડુ ગામ બાજુથી ખારાઘોડા ગામ તરફ એક સફેદ કલરની સ્વીફ્ટ ગાડી જેની પાછળ કાચ ઉપર મોટા અક્ષરે “ચેહર રાજ” લખેલ હતુ એમાં વિદેશી દારૂ ભરેલો હોઇ ઓડુ કાચા રસ્તા ઉપર ખાનગી વાહનોમાં વોચ ગોઠવી ઓડુ-ખારાઘોડા પુલ ઉપર બાવળના ઝારડા તથા પથ્થરોની આડસ કરી રસ્તો બંધ કર્યા બાદ આ ગાડી નીકળતા ગાડીને કોર્ડન કરી રોકવા માટેનો ઇશારો કરતા ગાડીના ચાલકે ગાડીને પુર ઝડપે હંકારી ગયો હતો.

બાદમાં આ ગાડીનો પાટડી પોલીસે ખાનગી વાહનોમાં ફિલ્મી ઢબે પીછો કરતા ગાડીના ચાલકે ખારાઘોડા જૂનાગામ થઇ નારણપુરા બોર્ડ થઇ નારણપુરા ગામ બાદ હિંમતપુરા ગામ બાજુ મેલડી માતાજીના મંદિર બાજુ કાચા રસ્તે બાવળની વીડમાં આશરે અડધો કિ.મી.દૂર આ ગાડી બીનવારસી હાલતમાં મૂકીને ફરાર થઇ ગયો હતો.

પાટડી પોલીસે આ ગાડીની સઘન તલાશી લેતા ગાડીમાંથી ગેરકાયદેસર પરપ્રાંતીય ભારતીય બનાવટની વિદેશી દારૂ તથા બીયર ટીન મળી કુલ બોટલો નંગ- 668, કિંમત રૂ. 88,000 તથા મારૂતી સ્વીફ્ટ ગાડી કિંમત રૂ. 2.50 લાખ મળી કુલ 3.38 લાખનો મુદામાલ ઝબ્બે કરી નાસી છુટેલા આરોપીને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. પાટડી પોલિસના આ દરોડામાં પીએસઆઇ જે.બી.મીઠાપરા, વી.કે.રાણેવાડીયા, એચ.બી.સોળમિયા હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...