મુશ્કેલી:પાટડીમાં ચૂંટણી પરિણામની ભીડમાં 108 એમ્બુલન્સ વાન અટવાઈ

પાટડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાટડીમાં ચૂંટણી પરિણામની ભીડમાં 108 અટવાતા દર્દીની હાલત કફોડી બની હતી. - Divya Bhaskar
પાટડીમાં ચૂંટણી પરિણામની ભીડમાં 108 અટવાતા દર્દીની હાલત કફોડી બની હતી.
  • માલવણના યુવાનને ફ્રેક્ચર થતાં સુરેન્દ્રનગર રિફર કરાયો હતો

સુરેન્દ્રનગર જીલ્લામાં સૌથી વધારે પાટડી (દસાડા) તાલુકાની 75 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરાઇ હતી. જેમાં ચૂંટણી પહેલા 13 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થતા બાકીની 58 ગ્રામ પંચાયતોની 19મી ડિસેમ્બર ચૂંટણી યોજાઇ હતી. જેમાં આજ રોજ પાટડી ખારાઘોડા રોડ પર આવેલી શ્રી સુરજમલજી હાઇસ્કૂલમાં મત ગણતરી યોજવામાં આવી હતી. જેમાં ફક્ત સરપંચ અને સભ્યોના ઉમેદવારો અને સરકારી કાર્ડ સિવાયના એક પણ વ્યક્તિને હાઇસ્કૂલમાં ગણતરીના સ્થળે જવાની પરવાનગી આપવામાં આવી નહોંતી.

આથી પાટડી ખારાઘોડા રોડ પર હાઇસ્કૂલની બહાર ગામડાઓમાંથી જે તે સરપંચના ઉમેદવારોની ભારે ભીડ ઉમટી પડતા ટ્રાફિક જામના દૃશ્યો જોવા મળ્યા હતા.એમાય સવારના સમયે પાટડી તાલુકાના માલવણ ગામના 35 વર્ષના રતિભાઇ જેઠાભાઇ ડાભીને થાપાના ભાગે ફેક્ચર થતાં એમને 108 એમ્બુલન્સ વાનમાં સારવાર અર્થે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા હતા.

પરંતુ 108 એમ્બુલન્સ વાન ચૂંટણી ગણતરીના સ્થળ પાટડી હાઇસ્કૂલની બહાર ભારે ભીડ વચ્ચે ટ્રાફિક જામમાં ફસાઇ જતા દર્દીની હાલત અત્યંત કફોડી બનવા પામી હતી. બાદમાં 108 એમ્બુલન્સ વાને સાયરન ચાલુ કરાતા અડધો કિમીનો રસ્તો પાર કરવામાં 108 એમ્બુલન્સ વાનને પસાર થતાં અડધો કલાક જેટલો સમય લાગ્યો હતો. બીજી બાજુ હાઇસ્કૂલ બહાર પાટડી ખારાઘોડા રોડ પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાતા પોલિસ સ્ટાફ અને હોમગાર્ડના જવાનો પરસેવો પાડતા નજરે પડ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...