ધરમધક્કા:દસાડા SBIમાં પાક ધિરાણમાં ખેડૂતોને ખાવા પડતા ધક્કા

પાટડી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભરેલા નાણા ઉપાડવા માટે ખેડૂતો રોજ ધક્કા ખાય છે

31મી મે પહેલા ખેડૂતોને પાક ધિરાણ બેંકમાં ભરી દેવાનું ફરજીયાત હોય છે ત્યારે દસાડા એસબીઆઇ બેંકમાં ખેડૂતોને પાક ધિરાણ ભરવામાં મુશ્કેલી પડી રહી છેને બીજી બાજુ ભરેલા નાણા ઉપાડવા માટે ખેડૂતોને રોજ ધરમધક્કા થઇ રહ્યાં છે. દસાડા એસ.બી.આઇ બેંકમાં એકબાજુ ખેડૂતોને પાક ધિરાણ ભરવામાં મુશ્કેલી પડી રહી છે અને બીજી બાજુ બેંકના મેનેજરના ઉદ્ધતાઈ ભર્યા વર્તનના લીધે હાલ બેંકોમાં ખેડૂતોના પાક ધિરાણ લેવા માટે અને રીન્યુ કરવા માટેની કાર્યવાહી ચાલે છે.

જેની છેલ્લી તારીખ 31મીમે હોવાથી પાક ધિરાણ ભરવાના છેલ્લા 4 દિવસ રહી ગયા છે પરંતુ કોરોના જેવી મહામારીના કારણે ખેડૂતોના કાલા કપાસ તેમજ જીરુંના પોષણક્ષમ ભાવ ના મળતા હોવાથી અેમના તૈયાર પાક વેચાયેલા નથી. પરંતુ સરકારની સૂચના મુજબ પાક ધિરાણ ભરવાનું હોવાથી ખેડૂતો પાક ધિરાણ ભરવા માટે ઉછીના નાણા લઈને પણ બેંકોમાં લાંબી કતારો લગાવી રહ્યા છે. અને પાક ધિરાણના ભરેલા નાણા ઉપાડવા માટે રોજ રોજ બેંકના ધક્કા ખાવા પડે છે. 

ખેડૂતોને 11 ટકા વ્યાજ ભરવાનો વારો આવે એમ છે
અત્યારે ચોમાસુ નજીક હોવાથી ખેડૂતોને બિયારણ જેવી વસ્તુની ખરીદી માટે નાણાની જરૂરિયાત પડે છે. છતાં પણ બેંકમાં પોતે ભરેલા નાણા ઉપાડવા માટે ખેડૂતોને રોજ ધરમ ધક્કા ખાવા પડી રહ્યાં છે.અને બેંકના મેનેજર દ્વારા ઉડાઉ જવાબ આપી સમયસર કામ કરી આપવામાં આવતું નથી. જેથી ખેડૂતોએ આખો દિવસ રાહ જોઈને બેંકમાં બેસી રહેવાની નોબત આવી છે. જેના કારણે ખેડૂતોને 45 ડીગ્રી તાપમાનની કાળઝાળ ગરમીમાં હાલાકી ભોગવવી પડે છે. આ અંગે જગતના તાત દ્વારા કરાયેલી અનેકો રજૂઆત તંત્રના બહેરા કાને અથડાઇને પાછી ફરે છે. અને જો 31મી તારીખ જતી રહે તો ખેડૂતોને 11 ટકા વ્યાજ ભરવાનો વારો આવે એમ છે.

અન્ય સમાચારો પણ છે...