તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચિમકી:પાટડીની નર્મદા કેનાલમાંથી બેરોકટોક થતી પાણીની ચોરી નહીં અટકાવાય તો કામલપુરના સરપંચની આમરણાંત ઉપવાસની ચિમકી

પાટડી4 મહિનો પહેલા
માળીયા શાખા કેનાલમાંથી ગેરકાયદેસર પાણીની ચોરી કરવામાં આવે છે - Divya Bhaskar
માળીયા શાખા કેનાલમાંથી ગેરકાયદેસર પાણીની ચોરી કરવામાં આવે છે
 • નર્મદા વિભાગની કચેરી સામે જ આમરણાંત ઉપવાસ પર બેસવાની લેખિત ચિમકી આપી

પાટડી પથંકમાંથી પસાર થતી સરકારની માલિકીની માળીયા શાખા કેનાલમાંથી ગેરકાયદેસર પાણીની ચોરી અને અસામાજિક તત્વો દ્વારા ખેડૂતો પાસેથી પાણી લેવાના બેરોકટોક નાણા ઉઘરાવાય છે. આ બાબતે કામલપુરના સરપંચે નર્મદા વિભાગને રજૂઆત કરી પાણી ચોરી અને ઉઘરાણા તાકીદે બંધ કરવામાં નહીં આવે તો નર્મદા વિભાગની કચેરી સામે જ આમરણાંત ઉપવાસ પર બેસી જવાની લેખિત ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

માથાભારે ઇસમો દ્વારા ખેડૂતો પાસેથી પૈસા ઉઘરાવી રહ્યાં છે
કામલપુરના સરપંચ અમજદખાને જણાવ્યું હતું કે, માળીય શાખા કેનાલમાંથી માથાભેર ઇસમો દ્વારા બકનળી અને ભુંગળા મૂકીને ગેરકાયદે પાણી ચોરી કરવામાં આવી રહી છે. આ પાણી અમારા વોકળામાં ઠાલવવામાં આવે છે. અને આ માથાભારે ઇસમો દ્વારા ખેડૂતો પાસેથી પૈસા ઉઘરાવી રહ્યાં છે. આ અંગે તંત્રને અનેકવાર રજૂઆત કરી છે પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

વોકળામાં પાણી ઠેલવવામાં આવે છે
વોકળામાં પાણી ઠેલવવામાં આવે છે

ગેરકાયદેસર રીતે પૈસા ઉઘરાવવામાં આવતા હોવાની ફરિયાદ
પાટડી પથંકમાંથી પસાર થતી લખતર ઢાંકી પમ્પીંગ સ્ટેશનમાંથી આવતી માળીયા શાખા કેનાલના પાણીનો ઉપયોગ ફક્ત પીવાના પાણી તરીકે જ ઉપયોગ કરવામાં આવે છે. છતાં કેટલાક માથાભારે અસામાજિક તત્વો દ્વારા આ કેનાલનું પાણી ગેરકાયદેસર રીતે ભુંગળા અને બકનળી મૂકી વોકળામાં પાણી ઠેલવી કેનાલના પાણીનો ગેરકાયદેસર પાણી લઇ સરકારની માલિકીની કેનાલમાંથી પાણી લેવા ખેડૂતો પાસેથી જીરા અને એરંડાના પાકમાં પાણી પીવડાવવા વિઘે રૂ. 600થી 1000 લેખે નાણા ઉઘરાવતા હોવાની ખુબ બુમરાડ ઉઠવા પામી છે.

બકનળી અને ભુંગળા મૂકીને ગેરકાયદે પાણી ચોરી કરવામાં આવી રહી છે
બકનળી અને ભુંગળા મૂકીને ગેરકાયદે પાણી ચોરી કરવામાં આવી રહી છે

અનેક રજૂઆત છતાં કોઇ કાર્યવાહી કરાઇ નથી
આ ગંભીર પ્રશ્ન બાબતે કામલપુર ગામના યુવા સરપંચ અમજદખાન મલેકે નર્મદા વિભાગને એનેકો વખત લેખિત રજૂઆત કરવા છતાં કોઇ જ કાર્યવાહી હાથ ધરાઇ નહોંતી. આથી કામલપુરના સરપંચ અમજદખાન મલેકે ફરી નર્મદા વિભાગને લેખીત રજૂઆત કરી આ બાબતે તાકીદે યોગ્ય કાર્યવાહી હાથ નહીં ધરાય તો નર્મદા વિભાગની કચેરી સામે જ આમરણાંત ઉપવાસ પર બેસી જવાની લેખીત ચિમકી ઉચ્ચારાતા તંત્રમાં ભર શિયાળે પરસેવો છૂટી જવા પામ્યોં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો