હરયાળિ ક્રાંતિ:પાટડીમાં 45 ડીગ્રી તાપમાનમાં વનવિભાગના જ સેંકડો રોપા બળીને ખાખ

પાટડી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હરયાળિ ક્રાંતિની માત્ર વાતો

તાલુકાના 89 ગામોમાંથી 87 ગામોમાં નર્મદાના નીર પહોંચતા સૂકાભઠ્ઠ રણકાંઠા વિસ્તારમાં હરીયાળી ક્રાંતિની પરિકલ્પના સાકાર થતી જોવા મળી હતી. અેમાંય વનવિભાગની વિસ્તરણ કચેરી દ્વારા પાટડી, માલણપુર અને સાવડા સહિતના ગામોમાં હજારોની સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરી સમગ્ર પાટડી પથંક નંદનવન બન્યાનો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારે દિવ્યભાસ્કરની જાત તપાસમાં પાટડી ખારાઘોડા રોડ પર શીશુ મંદિરની થોડેક દૂર અને પીજીવીસીએલ કચેરીની સામેં આવેલી વનવિભાગની વિસ્તરણ કચેરીના પ્રાંગણમાં વાવેલા સેંકડો રોપા હાલમાં પડી રહેલી આગ ઓકતી કાળઝાળ ગરમીમાં બળીને ખાખ થઇ ગયા હતા. હજી આગામી દિવસોમાં સૂકાભઠ્ઠ ગણાતા રણકાંઠા વિસ્તારમાં ગરમીનો પારો વધીને 47થી 48 ડીગ્રીએ પહોંચવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. તસવીર મનીષ પારિક

અન્ય સમાચારો પણ છે...