તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાટડી બજાણા રોડ પર રેલ્વે ફાટક પાસે 100થી વધુ ઝુંપડામાં ગરીબ અને પછાત પરિવારો વસવાટ કરવાની સાથે છૂટક મજૂરીકામ થકી પેટીયું રળે છે. આ ઝુપડપટ્ટી વિસ્તારમાં વિનોદભાઇ જક્શીભાઇ ઠાકોર પાટડીની એક ટ્રેક્ટર એંજશીમાં નોકરી કરે છે. એમની પત્ની દેવુબેન પોતાના બે બાળકો સાથે હાલમાં કચ્છમાં ગયેલા છે. વિનોદભાઇ પોતાના અેક પુત્ર સાથે આ ઝુપડામાં રહેતા હતા.
આજે વહેલી સવારે ચા-પાણી કરીને વિનોદભાઇ જક્સીભાઇ ઠાકોર નોકરીએ જવા માટે નીકળ્યા હતા. અને દિકરો બજારમાં ખરીદી કરવા માટે ગયો હતો. એવામાં એમના બંધ ઝુંપડામાં અચાનક શોર્ટ સર્કિટથી ઝુપડામાં ભયાવહ આગ ફાટી નીકળી હતી. અને પળવારમાં આ આગે ભયાવહ સ્વરૂપ ધારણ કરી લેતા ઝુપડામાં રાખેલુ ફ્રિજ, ટી.વી., પલંગ, શેટી અને સુટકેશ અને કપડા સહિતનો તમામ સરસામાન બળીને ખાખ થઇ ગયો હતો.
આ ભયાવહ આગની જાણ થતા આજુબાજુના ઝુપડામાં રહેતા મહિલાઓ સહિતના તમામ લોકો પાણીની ડોલ સાથે ઝુંપડામાં લાગેલી આગ બુઝાવવા દોડી ગયા હતા. પાટડી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મંગુબેન અને દિલાભાઇ ઠાકોર પણ તાકીદે ઘટના સ્થળે દોડી ગયા હતા.અને બેથી ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. સદભાગ્યે આ ઝુંપડામાં રહેતા વિનોદભાઇ જક્શીભાઇ ઠાકોર સહિતના પરિવારના તમામ સભ્યો બહાર હોવાથી સદભાગ્યે મોટી જાનહાની ટળી હતી. બીજી બાજુ આ ઝુપડપટ્ટી વિસ્તારમાં લાઇનમાં સંખ્યાબંધ ઝુંપડાઓ આવેલા હોવાથી આ વિસ્તારના રહિશોએ સમય સૂચકતા વાપરીને પાણીનો મારો ચલાવતા વધારે નુકશાન થવાનું ટળ્યું હતુ અને કોઇ જાનહાની થઇ નહોતી પણ પાટડીના ગરીબ પરિવારના ઝુંપડામાં ફ્રિજ, ટીવી,પલંગ અને શેટી સહિતનો સર-સામાન અને ઘરવખરી બળીને ખાખ થઇ જતા ગરીબ પરિવાર પર કોરોનાની કહેર વચ્ચે આભ તૂટી પડ્યું હતુ.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.