ગેરકાયદે વાવેતર:અડધું સૂકું રણાસણ તળાવ ગેરકાયદે ખેતર બની ગયું!, સિંચાઇ વિભાગ હસ્તક હોવા છતાં પગલાં લેવાતા નથી

પાટડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાટડી ગામ તળાવમાં માંડ 25 % જ પાણી, તો સિંચાઇ ખાતાના રણાસર તળાવમાં જ ગેરકાયદે વાવેતર કરાયું છે. - Divya Bhaskar
પાટડી ગામ તળાવમાં માંડ 25 % જ પાણી, તો સિંચાઇ ખાતાના રણાસર તળાવમાં જ ગેરકાયદે વાવેતર કરાયું છે.
  • ભરઉનાળે પાટડીના ગામ તળાવમાં માત્ર 25% જ પાણી બચ્યું છે
  • એક બાજુ ગરમી તથા નર્મદા કેનાલનું પાણી સદંતર બંધ કરાતા રણકાંઠા વિસ્તારમાં જળ સંકટ

સૂકાભઠ્ઠ ગણાતા રણકાંઠા વિસ્તારમાં ભરઉનાળે જળસંકટ ઊભુ થયું છે. એક બાજુ સિંચાઇ ખાતા હસ્તકના રણાસર તળાવના તળિયા દેખાવાની સાથે ગેરકાયદે વાવેતર કરાયું છે. બીજી બાજુ પાટડી ગામ તળાવમ‍ાં પણ સમ ખાવા પૂરતુ માંડ 25% પાણી જ બચ્યું છે. આથી આ બંને તળાવો નર્મદા નીરથી ભરવા વ્યાપક માગ ઊઠવા પામી છે. સૂકાભઠ્ઠ રણકાંઠા વિસ્તારમાં અન્ય વિસ્તારો કરતા વરસાદ પ્રમાણમાં ઓછો પડે છે. એમાંય હાલમાં રણકાંઠામાં એકબાજુ ગરમી અને બીજી બાજુ સરકાર દ્વારા નર્મદા કેનાલનું પાણી સદંતર બંધ કરાતા સૂકાભઠ્ઠ ગણાતા રણકાંઠા વિસ્તારમાં જળ સંકટ ઘેરાયું છે.

પાટડીમાં આવેલા સિંચાઇ ખાતા હસ્તકના રણાસર તળાવના તળિયા દેખાવા લાગ્યાં છે. અને તંત્રની મીઠી રહેમ નજર હેઠળ આ તળિયા ઝાટક રણાસર તળાવની અંદર જ ગેરકાયદે વાવેતર કરવામાં આવેલું છે. જ્યારે પાટડી ગામ તળાવમાં પણ માંડ સમ ખાવા પૂરતું 25% પાણી જ બચ્યું છે. આ ગામ તળાવમાંથી પણ અસામાજીક તત્વો દ્વારા એન્જીનો અને મશીનો મુકી તંત્રની મીઠી રહેમ નજર હેઠળ પાણીની બેફામ પણે ચોરી કરવામાં આવે છે.

બીજીબાજુ રણકાંઠામાંથી પસાર થતી મોટા ભાગની કેનાલો સૂકીભઠ્ઠ અને ખાલીખમ હોવાથી અને બીજી બાજુ વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતાતુર બન્યો છે. જ્યારે પીવાના પાણીના અભાવે રણકાંઠાના કેટલાક ગામોમાં તો આજેય ટેન્કર રાજ છે. આથી આથી પાટડીનું ગામ તળાવ અને સિંચાઇ ખાતાનું રણાસર તળાવ મળી આ બંને તળાવો નર્મદા નીરની ભરવા વ્યાપક માગ ઊઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...