દુર્ઘટના:ખારાઘોડા સ્ટેશન પાસેના ગોડાઉનમાં આગ, અંદાજે 10 લાખનું નુકસાન

પાટડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આખી રેકના બારદાન આવ્યા હોવાથી બારદાન સહિતનો સામાન રાખ

પાટડી તાલુકાના ખારાઘોડા સ્ટેશન પાસેના ગોડાઉનમાં મોડી રાત્રે વિકરાળ આગ લાગતા વ્યાપક નુકશાન થયું હતુ. આ ગોડાઉનમાં બે દિવસ અગાઉ જ આખી રેકના બારદાન આવ્યા હોવાથી બારદાન સહિતનો અન્ય સામાન બળીને ખાખ થઇ જતાં અંદાજે રૂ. 10 લાખથી વધુનું નુકશાન થયું હતુ.

પાટડી તાલુકાના ખારાઘોડા સ્ટેશન ખાતે આવેલા મીઠાની એક કંપનીની ભાડે રાખેલી બે દુકાનના ગોડાઉનમાં મોડી રાત્રે વિકરાળ આગ ભભૂકી ઉઠતા આજુબાજુના લોકોએ આગ બુઝાવવા પાણીનો મારો ચલાવ્યો હતો. પળવારમાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અફડાતફડી મચી જવા પામી હતી. આ વિકરાળ આગની ઘટનાની જાણ થતાં પાટડી નગરપાલિકાના ફાયર ફાઇટરને બોલાવવાની ફરજ પડી હતી. અને ત્રણથી ચાર કલાકની ભારે જહેમત બાદ આગ પર મહદઅંશે કાબુ મેળવવામાં સફળતા મળી હતી.

આ ગોડાઉનમાં બે દિવસ અગાઉ જ મીઠાની આખી રેકના બારદાન આવ્યા હોવાથી બારદાન સહિતનો અન્ય સામાન બળીને ખાખ થઇ જતાં અંદાજે રૂ. 10 લાખથી વધુનું નુકશાન થયુ હોવાના સમાચાર છે. આ ગોડાઉનમાં વિકરાળ આગની ઘટનાબાદ મોડી રાત્રે આજુબાજના રહીશોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...