અગરિયાનાં બાળકોની વેદના:ચૂંટણીઓ પણ આવી ગઇ હવે તો અમને ભણાવો...

પાટડી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અડધું શૈક્ષણિક વર્ષ પૂરું છતાંય રણ બસ શાળા ચાલુ ન કરાતાં અગરિયાનાં બાળકોની વેદના

હાલમાં રણમાં 400થી વધુ અગરિયા ભુલકાઓ શિક્ષક વગર જાતે શિક્ષણ મેળવી રહ્યા છે. ત્યારે અડધું શિક્ષણ વર્ષ વિતવા છતા હજી રણ બસશાળા ચાલુ ના કરાતા રણમાં અગરિયા ભુલકાઓ શિક્ષણથી વંચિત હોવાનો ગોઝારો ઘાટ સર્જાયો છે. ત્યારે અગરિયા ભુલકાઓની હાલમાં એક જ વેદના છે કે, હવે તો ચૂંટણીઓ આવી, હવે તો અમને ભણાવો. કારણ કે અમારેય ભણવું છે.

રણકાંઠાના ગામડાઓના અંદાજે 2000થી વધુ અગરિયા પરિવાર દર વર્ષે ગાત્રો થીજાવતી ઠંડી અને ધોમધખતા તાપમાં પોતાના બાળકોને રણમાં સાથે લઇ જઇ રાત-દિવસ મીઠું પકવવાનું આકરું કામ કરે છે. દર વર્ષે રણમાં રણ બસશાળા શરૂ કરીને ખારાઘોઢા રણમાં અને ઝીંઝુવાડા રણમાં રણ બસશાળામાં 400થી વધારે અગરિયા ભુલકાઓ ધોરણ 1થી 9નું પ્રાથમિક શિક્ષણ મેળવે છે.

ત્યારે ચાલુ વર્ષે અડધું શિક્ષણ વર્ષ પુ્રૂ થવા આવ્યું છતાં તંત્ર દ્વારા રણમાં હજી સુધી રણ બસ શાળા ચાલુ ના કરાતા હાલમાં રણમાં અગરિયા ભુલકાઓ બાલ દોસ્તો દ્વારા કે જાતે શિક્ષણ મેળવી રહ્યાં છે. હવે તો રણમાં બસ શાળાઓ મૂકી સરકારી શિક્ષકો મૂકો, હવે તો અમને ભણાવો. અમારેય ભણવું છે.

અડધું શિક્ષણ વર્ષ પુરૂ થવા આવ્યું છતાંય હજી રણ બસશાળા ચાલુ ના કરાતા રણમાં અગરિયા ભુલકાઓ શિક્ષણથી વંચિત છે.

રણમાં બસ શાળા શરૂ કરવા રજૂઆત કરવામાં આવી
આ અંગે અગરિયા હિત રક્ષક મંચના ભરતભાઇ સોમેરાએ જણાવ્યું કે, રણમાં બસ શાળા શરૂ કરવા શિક્ષણ વિભાગ અને સર્વ શિક્ષા અભિયાનમાં પણ રણમાં તાકીદે રણ બસ શાળા શરૂ કરવા રજૂઆત કરવામાં આવી છે. અને તંત્ર દ્વારા પણ રણ બસ શાળા શરૂ કરવા હકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...