તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સલામ છે આ શિક્ષકને:કેન્સરને હરાવીને ગામડાંના 123 અનાથ ભૂલકાંઓને નિ:શુલ્ક ભણાવતી પાટડીની દિવ્યાંગ યુવતી

પાટડી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
દિવ્યાંગ શિક્ષક વિદ્યાર્થીઓ સાથે - Divya Bhaskar
દિવ્યાંગ શિક્ષક વિદ્યાર્થીઓ સાથે
  • ‘ખારા રણમાં મીઠી વિરડી’ સમાન ધૂણી ધખાવવાનું મહાન કાર્ય
  • ડાબા પગથી 90% દિવ્યાંગ છતાં પણ મજબૂત મનોબળ સાથે આ ભગીરથ કાર્ય કરી રહ્યાં છે

મજબૂત મનોબળ વડે કેન્સરને હરાવીને ડાબા પગથી 90% દિવ્યાંગ પણ માનસિક રીતે મજબૂત મનોબળ ધરાવતી અમદાવાદની 36 વર્ષની એક યુવતી ખારાપાટ રણ વિસ્તારનાં નાનકડા ગામ વડગામ ખાતે સેવાની ધૂણી ધખાવીને 123 અનાથ ભૂલકાંઓને મફત શિક્ષણ આપવાનું કાર્ય કરી રહ્યાં છે.

નાની ગાંઠ કેન્સમાં પરિણમી
કંચનબેનનો જન્મ અમદાવાદ સ્થિત ગોમતીપુરનાં ઝૂંપડપટ્ટી જેવા નાનકડા વિસ્તાર ખાડાવાળી ચાલીમાં જર્જરિત પતરાવાળી ઓરડીમાં થયો હતો. કંચનબેનનાં માતા-પિતા ખૂબ જ ગરીબ હતા. કંચનબેન ધોરણ 10માં હતા ત્યારે 1998માં તેમનાં ડાબા પગે ઢીંચણથી થાપા તરફ એક નાનકડી ગાંઠ થઈ હતી. 5થી 7 દિવસ તો વિવિધ રિપોર્ટ કરવામાં ગયા. અંતે રિપોર્ટ આવ્યો કે કંચનબેનને હાડકાનું કેન્સર છે. સાંભળતાની સાથે પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હોય તેવો આઘાત લાગ્યો.

ભણાવવાના ભગીરથ કાર્યથી માનવતા પ્રસરાવે છે
ઓપરેશન પછી કંચનબેનનો ડાબો પગ અપંગ થઈ ગયો અને 39 દિવસ સતત સિવિલ હોસ્પિટલ, કેન્સર વિભાગમાં દાખલ રહેવું પડ્યું. ડાબા પગે 90 ટકાથી પણ વધુ અપંગ થઈ ગયા પણ ભણવાનું ન છોડ્યું. કંચનબેને પાટડી તાલુકાના વડગામના વશરામભાઈ મકવાણા સાથે પરિવારના વિરોધ વચ્ચે પણ સાદાઇથી લગ્ન કર્યા અને કંચનબેને 2007થી એટલે કે તેમની 23 વર્ષની નાની ઉંમરથી જ સેવાનો ભેખ ધારણ કરી લીધો. ક્યારેય જેમણે ગામડું જોયેલું પણ નહીં અને ગામડાનાં અનાથ બાળકોને જ જીવન સમર્પિત કરનાર એક મેગા સિટીની યુવતી કંચનબેન મકવાણા આજે 123 અનાથ બાળકોને નિ:શુલ્ક ભણાવવાનું ભગીરથ કાર્ય કરી માનવતાની મહેક સતત પ્રસરાવી રહ્યાં છે.

આ મહિલાની સારવાર માટે આનંદીબેન પટેલ આગળ આવ્યાં
શિક્ષણ મંત્રી આનંદીબેન પટેલ દ્વારા કેન્સર વિભાગ, સિવિલ હોસ્પિટલ, અમદાવાદના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડો. પ્રકાશભાઈ શાહને ભલામણ પત્ર આપીને કંચનબેનનાં પગની ફરી ઊંડી તપાસ કરાવવાની સૂચના આપી ત્યારે ડોક્ટરે બંનેને સલાહ આપી કે, ‘કંચનબેનને બોન કેન્સર છે,તમે લગ્નગ્રંથિથી ન જોડાશો,’તો પણ બંનેએ સાદાઇથી લગ્ન કરી લીધા.

ખૂબ સાદાઇથી લગ્ન યોજાયા
આ અનોખા લગ્ન સમયે કોઈ ફોટોગ્રાફી નહીં, કોઈ વિડીયોગ્રાફી નહીં, 60 અંધ વિદ્યાર્થીઓ દ્વારા લોકકલ્યાણ સેવા સંસ્થાનાં અનાથ બાળકો માટે રાસ-ગરબાનું આયોજન કર્યું અને ખાદીનાં સાદા કપડામાં લગ્ન કર્યા. ફુલહારની જગ્યાએ સુતરની આંટીથી એકબીજાનું જોડાણ કર્યું. એ જ રાત્રે 7 ગામનાં 1000 વાલ્મીકિ સમાજના સભ્યોને ભોજન પણ કરાવવામાં આવ્યું.

અન્ય સમાચારો પણ છે...